ધોળા માર્કેટ યાર્ડ ખાતે કપાસ ખરીદ માટે CCI કેન્દ્રનો શુભારંભ કરાવતા કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણીયા - At This Time

ધોળા માર્કેટ યાર્ડ ખાતે કપાસ ખરીદ માટે CCI કેન્દ્રનો શુભારંભ કરાવતા કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણીયા


ઉમરાળા તાલુકાના ધોળા ગામે આવેલ માર્કેટ યાર્ડ ખાતે કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયા દ્વારા કપાસની ખરીદી માટે CCI કેન્દ્રનો શુભારંભ કરાવ્યો સાથે ઉપસ્થિત ખેડૂતો સાથે પણ મંત્રીએ સંવાદ કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતુ આ તકે મંત્રીએ જણાવ્યું હતુ કે પી.એમ.નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ખેડૂતોની સ્મૃદ્ધિ એ સરકારની મુખ્ય પ્રાથમિકતા ઉમરાળા તાલુકાના ખેડૂતોની સુવિધા માટે ધોળા માર્કેટ યાર્ડમાં કપાસ ખરીદ કેન્દ્ર શરૂ કરવામાં આવી રહ્યું છે ભારત સરકારના સી.સી.આઇ દ્વારા અપાયેલ આ ખરીદ કેન્દ્રથી આશરે ૩૪,૦૦૦ જેટલા ખેડૂતોને ફાયદો મળશે આ વિસ્તારમાં મોટા ભાગના ખેડૂતો કપાસની ખેતી કરે છે ત્યારે ધોળા માર્કેટ યાર્ડમાં જ ખરીદ કેન્દ્ર ખૂલવાથી ખેડૂતો ઘર આંગણે કપાસ વેચી શકશે ખેડૂતોને MSP ઉપર કપાસ વેચવા માટે હવે સુવિધા રહેશે તેમણે વધુમાં ઉમેર્યું કે અહીંના ખેડૂતોની માંગણીને ધ્યાને લઈ ધોળા ખાતે CCI ખરીદ કેન્દ્ર મંજૂર કરવા બદલ કેન્દ્રિય મંત્રી ગિરિરાજસિંઘ નો આભાર વ્યક્ત કર્યો હતો ખેડૂતોની સુવિધા માટે બનેલું આ કેન્દ્ર "સૌનો સાથ,સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ" ના મંત્રને સાકાર કરી રહ્યું છે આ તકે ગઢડાના ધારાસભ્ય શંભુનાથજી ટુંડીયા,પેથાભાઈ આહીર,APMC ચેરમેન ઘનશ્યામભાઈ ખૂંટ,વાઈસ ચેરમેન લગધિરસિંહ ગોહિલ ઉમરાળા તાલુકા ભાજપ પ્રમુખ રોહિતભાઈ બગદરિયા પ્રતાપભાઈ આહીર સહિતના પદાધિકારીઓ અધિકારીઓ અને કાર્યકરો અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા


+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.