ભરૂચ જિલ્લામાં ૧૦૮ના કર્મચારીઓએ મતદાન મથકોમાં મતદાન કર્યું - At This Time

ભરૂચ જિલ્લામાં ૧૦૮ના કર્મચારીઓએ મતદાન મથકોમાં મતદાન કર્યું


ભરૂચ જિલ્લામાં ૧૦૮ના કર્મચારીઓએ મતદાન મથકોમાં મતદાન કર્યું

વિધાનસભા સામાન્ય ચુંટણી – ૨૦૨૨ મુક્ત, ન્યાયી, નિષ્પક્ષ તેમજ શાંતિપૂર્ણ વાતાવરણમાં થાય તે માટે ભરૂચ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે.

ભરુચ જિલ્લામાં ૧૦૮ સેવાના કર્મચારીઓ ઉત્તમ ઉદાહરણ ઊભું કર્યું જિલ્લાની ૧૦૮ સેવાના કર્મચારીઓ વેહલી સવારે ૮ વાગ્યે પ્રથમ મતદાન કરવા પોહચી ગયા અને મતદાન મથકોમાં મતદાનનું પ્રારંભ કર્યો અને આવશ્યક સેવા જોડાયેલ તમામ કર્મચારીઓ પોતાની ફરજ બજાવતા ગયા હતા.

આ રીતે સમાજમાં ઉદાહરરૂપ અને પ્રોત્સાહન મળે તે હેતુસર ૧૦૮ સેવા દ્વારા ફરજ સાથે સમાજ ને દાખલો બેસાડ્યો કે પોતાની વેહવસાયક ફરજ અને નૈતિક મૂલ્યો સાથે શ્રેષ્ઠ રાષ્ટ્રનું નિર્માણ સામાજીક ફરજ એટલે મતદાન કરવામાં અગ્રસર રહી સમાજ માં ઉદાહરણ પુરુ પાડવામાં આવ્યું.

આ અંગે ૧૦૮ સેવા ના અધિકારી ચેતન ગાધે જણાવ્યું હતું કે વેહલી સવારે જિલ્લાના તમામ કર્મચારીઓ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીનાં મહાપર્વમાં મતદાન મથકોમાં પ્રથમ મતદાતા બની સમાજમાં ઉદાહરરૂપે સહભાગી થાય એ ગૌરવ અનુભવતા હતાં.

ભરૂચ જિલ્લા બ્યુરો ચીફ
બ્રિજેશકુમાર પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.