પ્રધાન મઁત્રી આવાસ યોજનામાં વિસાવદર મા લોકો સરકારી લાભ થી વિંચિત છે તેલોકોને તાત્કાલિક યોજનાનો લાભ આપવા ધારાસભ્ય રીબડીયા ની સી એમ ને રજુવાત
વિસાવદર નગરપાલિકાના ૧૩૧ લાભાર્થીઓને યોજનાનો સત્વરે લાભ આપો
વિસાવદર-ભેંસાણના ધારાસભ્યશ્રી હષૅદભાઈ રીબડીયા વિવિધ લોકહિતના કાર્યોમાં સક્રિયતા દર્શાવી અને ભારે લોકપ્રિયતા ધરાવતા ધારાસભ્ય લોકો સરકારી યોજનાઓથી વંચિત ન રહી જાય અને જો સરકારી યોજનાઓમાં વિલંબ થતુ હોય તો તુરત જ સરકારશ્રી ને રજુ કરવા તત્પર હોય છે ત્યારે
છેલ્લા એક વષૅથી ગ્રાન્ટનો અભાવ છે તેવુ કારણ બતાવી વિસાવદર નગરપાલિકાના જરૂરિયાત મંદ ૧૩૧ લોકો પ્રધાન મંત્રી આવાસ યોજનાના લાભથી વંચિત છે . આ આવાસ યોજના અંતર્ગત અંગે ઘટતુ કરવા ધારાસભ્ય શ્રી હષૅદભાઈ રીબડીયાએ ગુજરાત રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજુઆત કરી છે. તેમજ આ બાબતે તાત્કાલિક પોતાના પકક્ષેથી કાયૅવાહી કરી અને લોકોને લાભ આપવા નમ્ર વિનંતી કરી છે.
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.