પાણીપુરીના ધંધાર્થીની સગીર પુત્રીને પાડોશી શખ્સ ભગાડી ગયો: અપહરણનો ગુનો નોંધાયો - At This Time

પાણીપુરીના ધંધાર્થીની સગીર પુત્રીને પાડોશી શખ્સ ભગાડી ગયો: અપહરણનો ગુનો નોંધાયો


માલધારી સોસાયટીમાં રહેતાં પાણીપુરીના ધંધાર્થીની સગીર પુત્રીને પાડોશી શખ્સ લગ્નની લાલચે ભગાડી જતાં બી. ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.બનાવ અંગે માલધારી સોસાયટીમાં રહેતાં મૂળ ઉત્તરપ્રદેશના વતની અને પાણીપુરી વેચવાનો ધંધો કરતાં યુવાને નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે અનુપ દ્રામકિશોર નિશાદનું નામ આપતાં બી.ડિવિઝન પોલીસે અપહરણની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તે પરીવાર સાથે છેલ્લા બારેક વર્ષથી અહીં રહે છે અને રાજકોટમાં પાણીપુરીની ફેરી કરે છે. તેઓની સંતાનમાં બે દિકરી અને એક દિકરો છે. જેમાં સૌથી મોટી દિકરી ઉવ.14 વર્ષની જે લતામાં આવેલ સરકારી શાળામાં અભ્યાસ કરે છે. તેમની બાજુમાં તેમનો સાળો પરીવાર સાથે રહે છે. ચારેક મહિના પહેલાં તે પરીવાર સાથે વતનમાં ગયેલ હતો. બાદમાં તેમની પત્ની અને બાળકો જે પંદરેક દિવસ પહેલા વતનમાંથી રાજકોટ આવેલ હતા. તેઓ વતનમાં રોકાયેલ હતો. ગઇ તા.25/07/2024 નાં રોજ રાજકોટ આવવા વતનમાંથી બસમાં નિકળેલ હતો દરમ્યાન સાંજનાં તેમની પત્નીનો ફોન આવેલ કે, હું તથા આપણા બાળકો આપણા ઘરે હતા. બાદમાં આપણી નાની દિકરી ઘરેજ હતી તે જોવા મળતી નથી.
તેમની પત્ની અને સાળાએ આજુબાજુમાં તપાસ કરતાં તે મળી આવેલ નહિ અને તે તા.27/07 નાં રાત્રીનાં ત્રણેક વાગ્યે પહોચેલ અને પુત્રીની તપાસ કરેલ પણ તે મળી આવેલ ન હતી. બાદમાં જાણવા મળેલ કે, તેમના સાળા સાથે રહેતો અનુપ નિશાદ જોવામા આવતો નથી. જેથી અનુપ નામનો શખ્સ તેમની પુત્રીને લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કરી ભગાડી ગયો હતો. બનાવ અંગેની ફરીયાદ પરથી બી.ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.