સરા ગામે નવરાત્રી દરમ્યાન ગરબા-ઘોઘા ની પરંપરા અકબંધ
*સરા ગામે નવરાત્રી દરમ્યાન ગરબા ધોધા લઇ ને શેરી મહોલ્લાએ ફરતા બાળકોની પરંપરા અકબંધ*
સરા ગામે નવરાત્રી પર્વ દરમ્યાન નાના નાના છોકરાઓ હાથ મા ધોધો અને નાની બાળાઓ માથે ગરબો જેમા દિવો પ્રગટાવેલ હોય તે લઇને ધરે ધરે ગીતો ગાતી જતી બાળકો ની પરંપરા હજી ગ્રામ્ય વિસ્તારોમા જોવા મળે છે ગીતો ગાતા નાના ભુલકાઓને ધરે થી ચોકલેટ પીપર આપતા તેમના મુખ પર ખુશી નુ હાસ્ય જોવા મળે છે
સરા ગામના સાગર મહારાજે જણાવ્યા મુજબ ગરબો બ્રહ્માડ નુ પ્રતિક છે તેમા 27 છિદ્રો એક લાઇન મા 9 એવી 3 લાઇન હોય છે 27 છિદ્રો નક્ષત્ર છે એક નક્ષત્ર ને ચાર ચરણ હોય એટલે 108 ગરબો લઇ પ્રદક્ષિણા કે ગરબા એ ધુમવાથી બ્રહ્માડ ની પ્રદક્ષિણા નુ પુણ્ય મળે તેવી માન્યતા છે આસ્થા સાથે નાના ભુલકાઓ અને ગરબે મહિલાઓ ધુમી પુણ્ય નુ ભાથુ બાંધે છે
*રામકુભાઈ કરપડા મુળી*
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.