રાજકોટમાં હિટવેવની આગાહી, હજુ પારો 42 ડિગ્રીએ પહોંચશે
ધૂળેટીએ પડશે આકરો તાપ, લૂ લાગી શકે તેવી પણ સંભાવના સતત ચોથા દિવસે રાજ્યમાં સૌથી વધુ તાપમાન ધરાવતા શહેરોમાં રાજકોટ
રાજકોટ શહેરમાં છેલ્લા ચાર દિવસથી મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્શિયસની નજીક નોંધાઈ રહ્યું છે અને આ સાથે જ રાજ્યમાં સૌથી વધુ તાપમાન ધરાવતા મથકોમાં રાજકોટનો સમાવેશ થઈ રહ્યો છે. શુક્રવારે પણ રાજકોટ અને અમરેલી 40 ડિગ્રી સે. સાથે સૌથી વધારે ગરમ રહ્યા હતા. હવામાન વિભાગે ચાલુ સપ્તાહે હિટવેવની શક્યતાને પગલે 42 ડિગ્રી સેલ્શિયસ સુધી એટલે કે સામાન્ય કરતાં 6 ડિગ્રી સેલ્શિયસ તાપમાન વધુ નોંધાય તેવી શક્યતા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.