રાજકોટ એસ.ટી.વિભાગનાં આઠ ડ્રાઈવર-કંડકટરોને સસ્પેન્ડ કરી દેવાયા - At This Time

રાજકોટ એસ.ટી.વિભાગનાં આઠ ડ્રાઈવર-કંડકટરોને સસ્પેન્ડ કરી દેવાયા


રાજકોટના ઓછી આવકવાળા ગ્રામ્ય રૂટોની આવક વધારવા માટે હાલમાં જ નવતર પ્રયોગ હાથ ધરનાર રાજકોટ એસ.ટી.વિભાગના વિભાગીય નિયામક જે.બી.કલોતરાએ ગેરરીતિ અને દારૂના કેસો તથા બસોની અનિયમીતતા સબબ રાજકોટ એસ.ટી.વિભાગનાં ડ્રાઈવર-કંડકટરો સામે આકરા પગલાનો કોરડો વિંઝયો છફે અને રાજકોટ એસ.ટી.વિભાગના રાજકોટ શહેર, ગોંડલ અને વાંકાનેર ડેપોનાં કુલ આઠ ડ્રાઈવર કંડકટરોને સસ્પેન્ડ કરી દીધા છે. આથી રાજકોટ એસ.ટી. વિભાગનાં કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
આ અંગેની એસ.ટી.વિભાગનાં સુત્રોમાંથી મળતી વિગત મુજબ છ ડ્રાઈવર કંડક્ટરો તાજેતરમાં દારૂ પીધેલા અને દારૂની હેરાફેરી સબબ પકડાયા હતા. આ અંગેનો કેસ વિભાગીય નિયામક સમક્ષ ચાલી જતાં તેઓએ આ ડ્રાઈવર-કંડકટરોને સસ્પેન્ડ કરી દીધા છે.જયારે અન્ય એક કેસમાં કુવાડવા ગામમાં બસ સ્ટોપ હોવા છતાં ત્યાં બસ લઈ જવાને બદલે બાયપાસ બસ પસાર કરી દેનાર આ રૂટના ડ્રાઈવર-કંડક્ટરને પણ વિભાગીય નિયામકે સસ્પેન્ડ કરી દીધા છે. સસ્પેન્ડ થયેલા તમામ 8 ડ્રાઈવર-કંડકટરો રાજકોટ વિભાગનાં કાયમી કર્મચારીઓ હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.