ન્યારી ડેમ પાસેથી દારૂની 24 બોટલ સાથે ફેનીલ ઉર્ફે લાલો પકડાયો

ન્યારી ડેમ પાસેથી દારૂની 24 બોટલ સાથે ફેનીલ ઉર્ફે લાલો પકડાયો


કાલાવડ રોડ પર આવેલ ન્યારી ડેમ વિસ્તારમાં ક્રાઈમ બ્રાંચની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડ કોન્સ્ટેબલ એ.પી. અગ્રાવત અને કોન્સ્ટેબલ પ્રદીપસિંહને ન્યારી ડેમ પાસે એક શખ્સ દારૂના જથ્થા સાથે ઉભો હોવાની મળેલ ચોકકસ બાતમીના આધારે બાતમીના સ્થળે દરોડો પાડી ફેનિલ ઉર્ફે લાલો મુકેશ રાઠોડ (ઉ.21) રહે. કાલાવડ રોડ, આંબેડકર નગર શેરી નં.3, ને દબોચી તેની પાસે રહેલ થેલામાં તપાસ કરતા વિદેશી દારૂની 24 બોટલ મળી આવી હતી. ક્રાઈમ બ્રાંચની ટીમે ફેનીલ ઉર્ફે લાલાને દારૂ અને મોબાઈલ મળી રૂા.15 હજારના મુદામાલ સાથે ધરપકડ કરી દારૂનો જથ્થો કયાંથી લાવ્યો અને કયાં સપ્લાય કરવાનો હતો તે અંગે વિશેષ પુછપરછ આદરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »