સરલા હાઈસ્કૂલ ખાતે જીવદયા માટે કરુણા અભિયાન યોજાયું - At This Time

સરલા હાઈસ્કૂલ ખાતે જીવદયા માટે કરુણા અભિયાન યોજાયું


*ઉતરાયણ માં પક્ષીઓ પ્રત્યે જીવદયા જાગૃતિ માટે કરુણા અભિયાન યોજાયું*

*સરલા હાઈસ્કૂલ ખાતે ચાઈનીઝ દોરી ન વાપરવા માટે વિધાર્થીઓ એ લીધાં સોગંધ*
સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા સરલા ખાતે તારીખ 11 1 2023 ના રોજ શાળાના વિદ્યાર્થીઓને ઉતરાયણ ના તહેવાર સંદર્ભે પક્ષીઓ પરતવે કરુણા જાગે વિદ્યાર્થીઓમાં જીવ દયા જાગૃત થાય એ હેતુથી શાળાના શિક્ષક શ્રી વારીસ ભાઈ ભટ્ટાના માર્ગદર્શન હેઠળ કરુણા અભિયાન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ ઉતરાયણનો તહેવાર સાવચેતીપૂર્વક ઉજવે પક્ષીઓ અને પ્રકૃતિને નુકસાન ન કરે તે અંગેના વિડીયો વિદ્યાર્થીઓને બતાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત શિક્ષક વારિસ ભાઈએ વિદ્યાર્થીઓને જણાવ્યું કે પક્ષીઓ સવારના સમયે અને સાંજના સમયે વધુ ઉડતા હોય ત્યારે પતંગો ન ચગાવવા જોઈએ આ ઉપરાંત ચાઈનીઝ દોરીનો ઉપયોગ પણ ન કરવો જોઈએ શાળાના વિદ્યાર્થીઓએ વિડીયો અને વક્તવ્યને સાંભળીને સાવચેતીપૂર્વક સલામતીપૂર્વક અને પક્ષીઓનો જીવ બચે એ રીતે ઉતરાયણ મનાવવાના સંકલ્પો લીધા હતા આ કરુણા અભિયાનને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય આર એન પ્રજાપતિ શિક્ષક પલક કુમાર પ્રજાપતિ અસ્મિતાબેન જોટાણીયા સેવક દિલીપભાઈ દ્વારા વિદ્યાર્થીલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આમ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે ઉતરાયણ ના તહેવાર ના સંદર્ભમાં કરુણા અભિયાન યોજવામાં આવ્યું હતું.
*રામકુભાઈ કરપડા મુળી*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.