વાંકાનેર ના જાલીડા રામધામ સંકુલ ખાતે લોહાણા મહાજન સમાજદ્વારા ધારાસભ્યશ્રીનું સન્માન કાર્યક્રમ યોજાયો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/vqrectwqzvlq4q36/" left="-10"]

વાંકાનેર ના જાલીડા રામધામ સંકુલ ખાતે લોહાણા મહાજન સમાજદ્વારા ધારાસભ્યશ્રીનું સન્માન કાર્યક્રમ યોજાયો


મેંદરડા લોહાણા મહાજન દ્વારા રામધામ સંકુલ જાલીડા ખાતે સન્માન કાર્યક્રમ યોજાયેલ જેમા ઉપસ્થિત રહેલ
મેંદરડા લોહાણા મહાજન તથા શ્રી જલારામ સત્સંગ મંડળ દ્વારા જાલીડા રામધામ મુકામે ધારાસભ્ય જીતુભાઈ સોમાણી નું સન્માન કરવામાં આવેલ
મેંદરડા લોહાણા મહાજન તથા શ્રી જલારામ સત્સંગ મંડળ દ્વારા રામધામ સંકુલ જાલીડા મુકામે લોહાણા મહાજનના સેવાભાવી ટ્રસ્ટીઓ સહિતના હોદ્દેદારોના પ્રતિનિધિ મંડળ દ્વારા તાજેતરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી જેમાં ૧૮૨ ધારાસભ્ય માંથી એકમાત્ર રઘુવંશી ધારાસભ્ય તરીકે વાંકાનેર કુવાડવા ૬૭ વિધાનસભા બેઠક પર સમસ્ત રઘુવંશી સમાજની એકતા ના પ્રતિક સમા પવિત્ર શ્રી રામધામના સ્વપ્નદ્રષ્ટા જીતુભાઈ સોમાણી જંગી બહુમતીથી વિજય બન્યા છે ત્યારે શ્રી રામધામ ઝાલીડા મુકામે જીતુભાઈ સોમાણી ના સન્માન સમારોહ માં મેંદરડા લોહાણા મહાજન પ્રમુખ મનુભાઈ કાનાબાર,દીપકભાઈ અભાણી, હેમંત દેવાણી,તેમજ ટ્રસ્ટી મંડળના સભ્યો હાજર રહી જીતુભાઈ સોમાણીને દેસ વિદેશ મા પ્રખ્યાત એવા ગીર જંગલ વિસ્તારના એશિયાટીક સિંહોનાં રાજાના ફોટોગ્રાફ અર્પણ કરી સન્માન કરવામાં આવેલ હતું જે પપ્પુભાઈ ઉનડકટ તેમજ મનોજભાઈ અભાણી દ્વારા સમસ્ત લોહાણા મહાજન મેંદરડા દ્વારા જણાવવામાં આવેલ છે
રીપોર્ટીંગ- કમલેશ મહેતા મેંદરડા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]