3 દિવસમાં ફાયર NOC વિનાની 47 સ્કૂલ સીલ, હજુ સઘન ચેકિંગ
ધોળકિયા, ન્યૂએરા સહિતની શાળાઓ નિયમ પાળતી ન હતી
રાજકોટમાં સર્જાયેલા ગેમ ઝોન અગ્નિકાંડની ઘટના બાદ મનપાની ફાયર, ટીપી, બાંધકામ, વોર્ડ ઓફિસર અને એન્જિ. સહિતની ટીમો તમામ 18 વોર્ડમાં આવેલી આવી મિલકતોની તપાસ કરી રહી છે. જેમાં ફાયર એનઓસી નહીં ધરાવતી અને નિયમનું પાલન નહીં કરનારી શાળાઓને સીલ મારી દેવાયા છે. મનપાની ટીમે ત્રણ દિવસમાં રાજકોટની ધોળકિયા, ન્યૂએરા, એસ.કે.પાઠક, પોદાર સહિતની નાની-મોટી 47 શાળા સીલ કરી દેવામાં આવી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.