રાણપુર તાલુકા ના કુંડળી ગામ ના ખેડુત ઉપર પાંચ શખ્સોનો હુમલો.
બોટાદ જીલ્લા ના રાણપુર તાલુકા ના કુંડળી ગામ ના ખેડુત ઉપર પાંચ શખ્સોનો હુમલો.
બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના કુંડળી ગામના રહેવાસી કેશવભાઈ કળથીયા તારીખ 20/11/22 ના રોજ સવારે સાત વાગ્યાના સુમારે પોતાની વાડીમાં કામ કરતા હતા ત્યારે તેમના ગામના પાંચ શખ્સોએ ગેરકાયદેસર મંડળી બનાવી તીક્ષ્ણ હથિયારો દ્વારા હુમલો કરી ઈજા પહોચાડી ફરાર થઈ ગયા હતા. ઈજા પામનાર કેશવભાઈને બોટાદની સોનાવાલા હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી ત્યારબાદ સબીહા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ હતા. દર્દી કેશવભાઈ કળથીયા હાલમાં તારીખ 02/12/22 થી ધંધુકાની RMS હોસ્પિટલમાં સારવાર લઇ રહ્ય છે. સદર ઘટનાને એક મહીના કરતા વધુ સમય થઈ ગયો હોવા છતાં તમામ તહોમતદારો પોલીસની પકડમાંથી બહાર છે. રાણપુર પોલીસના સઘન પ્રયત્નો છતાં આરોપીઓ પકડાયા નથી, જે બાબત ગામલોકોમાં ચર્ચાનો વિષય બની છે. ઘટનામાં ઈજા પામનાર દર્દી કેશવભાઈ કળથીયા શારીરિક અને માનસિક રીતે પીડાઈ રહ્યા છે, તથા તેમને ત્વરિત ન્યાય મળે તેવી તેમના પુત્ર ધર્મેન્દ્રભાઈની માંગણી છે.
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.