ચાકલીયા ચોકડી પાસે કતલના ઇરાદે લઈ જવાતા પશુ ભરેલુ પીકઅપ ડાલુ ઝડપાયુ - At This Time

ચાકલીયા ચોકડી પાસે કતલના ઇરાદે લઈ જવાતા પશુ ભરેલુ પીકઅપ ડાલુ ઝડપાયુ


લુણાવાડા તાલુકાના ચાકલીયા ચોકડી પાસે કતલના ઇરાદે લઈ જવાતા પશુઓનો ભરેલો ટેમ્પો લુણાવાડા પોલીસે બાતમીના આધારે ઝડપી પાડયો હતો.આમ લુણાવાડા પોલીસે જયારે પેટ્રોલિંગમા હતી ત્યારે લુણાવાડા પોલીસ ઈન્સ્પેક્ટર આર.ડી.ભરવાડને અંગત રાહે બાતમી મળી હતી કે મલેકપુર તરફ થી લુણાવાડા તરફ આવતાં હાઇવે ઉપરથી લુણાવાડા તરફ કતલખાને પશુઓને લઇ જનાર છે. તેવી બાતમી આધારે ચાકલીયા ચાર રસ્તા પાસે વોચ રાખી એક મહીન્દ્રા પીકઅપ વાહન નંબર GJ-07-YZ-9211 ને ઉભી રખાવી તપાસ કરતા તેમાં સાત પાડાને કુરતા પુર્વક ટુંકા દોરડાથી બાંધી કતલખાને લઇ જતા પકડી પાડવામાં આવેલ જે પાડાની કિંમત રૂપિયા ૪૨,૦૦૦ ગણી તથા મહીન્દ્રા પીકઅપ વાહનની કિંમત રૂપિયા ૪,૦૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૨ કિંમત રૂપિયા ૫૫૦૦/- મળી કુલ રૂપિયા ૪,૪૭,૫૦૦/- ગણી પાડાઓને મુકત કરી ગોધરા પાંજરાપોળ ખાતે મુકવાની તજવીજ હાથ ધરેલ હતી. આમ પાડાઓને ક્રુરતા પૂર્વક કતલ કરવાના ઇરાદે બાંધી લઇ જનાર ઇસમ (૧) સાહીલ કરીમભાઇ મુલ્તાની રહે.મુલ્તાનપુરા તા.બાલાસિનોર જી.મહીસાગર નાઓની વિરૂધ્ધ ઇ.પી.કો.કલમ ૨૭૯ તથા પશુ પ્રત્યે ઘાતકી પણ અટકાવવા ૧૯૬૦ કાયદાની કલમ ૧૧ડી.ઇ(એફ) તથા જી.પી.એકટ કલમ ૧૧૯ મુજબ ગુન્હો દાખલ કરવામાં આવેલ છે.વધુ તપાસ હાલ લુણાવાડા પોલીસ કરી રહેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.