Jioના રીચાર્જ 3 જુલાઈથી મોંઘા થશે:પહેલા ફ્રીમાં આપ્યું, પછી થોડા રૂપિયામાં મેમ્બરશિપ લેવડાવીને આદત પડાવી, હવે ભાવ વધાર્યો - At This Time

Jioના રીચાર્જ 3 જુલાઈથી મોંઘા થશે:પહેલા ફ્રીમાં આપ્યું, પછી થોડા રૂપિયામાં મેમ્બરશિપ લેવડાવીને આદત પડાવી, હવે ભાવ વધાર્યો


દેશની અગ્રણી ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોએ પ્રીપેડ ટેરિફ પ્લાનની કિંમતો વધારવાની જાહેરાત કરી છે. જિયોના વધેલા ટેરિફ પ્લાન 3 જુલાઈથી શરૂ થશે. કંપનીનો બેઝ પ્લાન જે પહેલા 155 રૂપિયાનો હતો તે વધીને 189 રૂપિયા થઈ જશે. રિલાયન્સ જિયોએ 17 પ્રીપેડ અને 2 પોસ્ટ પેઇડ પ્લાનની કિંમતોમાં વધારો કર્યો છે. રિલાયન્સ જિયોએ તેના પ્રીપેડ અને પોસ્ટપેડ પ્લાનની કિંમતોમાં 15% થી 25% સુધીનો વધારો કર્યો છે. નવા ટેરિફ પ્લાન 3 જુલાઈથી અમલમાં આવશે. હવે 239 રૂપિયાનો સૌથી લોકપ્રિય પ્લાન 299 રૂપિયામાં ઉપલબ્ધ થઈ ગયો છે. આ પ્લાનમાં દરરોજ 1.5GB ડેટા મળે છે. તેની વેલિડિટી 28 દિવસની છે. સૌથી સસ્તો પ્રીપેડ પ્લાન 155 રૂપિયાનો હતો, હવે તેની કિંમત ઘટાડીને 189 રૂપિયા કરી દેવામાં આવી છે. જિઓએ પોતાના પ્લાનમાં 34થી લઇને 600 રૂપિયા સુધીનો વધારો થયો છે. આ રહ્યું પ્રાઈઝ લિસ્ટ... હવે તમારે આટલો ખર્ચ કરવો પડશે
નવો 28 દિવસનો પ્લાન- જિઓના 28 દિવસના 155, 209, 239, 299, 349 અને 399ના પ્લાન માટે વપરાશકર્તાઓએ હવે અનુક્રમે 189, 249, 299, 349, 399 અને 449 ખર્ચવા પડશે. ટેલિકોમ કંપનીએ રિચાર્જ પ્લાનના દરમાં 20થી 22 ટકાનો વધારો કર્યો છે. નવો 56 દિવસનો પ્લાન- તે જ સમયે, કંપનીએ તેના બે મહિના (56 દિવસ)ના 479 અને 533 રૂપિયાના રિચાર્જ પ્લાનની કિંમત અનુક્રમે 579 અને રૂપિયા 629 કરી દીધી છે. નવો 84 દિવસનો પ્લાન- જિઓના 3 મહિના (84 દિવસ)ના 395, 666, 719 અને 999ના રિચાર્જ પ્લાન માટે વપરાશકર્તાઓએ હવે અનુક્રમે રૂ. 479, 799, 859 અને 1199 ખર્ચવા પડશે. નવો વાર્ષિક પ્લાન- જિઓના 336 દિવસના વાર્ષિક પ્લાન માટે હવે યુઝર્સને 1559 રૂપિયાની જગ્યાએ 1899 રૂપિયા ખર્ચવા પડશે. તે જ સમયે 365 દિવસ માટે 2999 રૂપિયાના પ્લાન માટે વપરાશકર્તાઓને હવે 3599 રૂપિયા ખર્ચવા પડશે. નવા ડેટા એડ-ઓન પ્લાન્સ- આટલું જ નહીં, જિઓએ તેના ડેટા એડ-ઓન પ્લાનના દરમાં પણ વધારો કર્યો છે. યુઝર્સે હવે 15, 25 અને 61 રૂપિયાના 1GB, 2GB અને 6GB ડેટા પ્લાન માટે અનુક્રમે 19, 29 અને 69 ખર્ચવા પડશે. નવા પોસ્ટપેડ પ્લાન્સ- પોસ્ટપેડ યુઝર્સ માટે પણ જિયોએ તેના 299 અને 399 રૂપિયાના પ્લાનના દરો વધારીને અનુક્રમે રૂ. 349 અને રૂ. 449 કર્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.