દાંતા તાલુકાના વસી ગામે તાલુકા આરોગ્ય કચેરી દાંતા દ્વારા આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો.... - At This Time

દાંતા તાલુકાના વસી ગામે તાલુકા આરોગ્ય કચેરી દાંતા દ્વારા આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો….


દાંતા તાલુકાના વસી ગામે તાલુકા આરોગ્ય કચેરી દાંતા દ્વારા આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો....

રાજ્ય સરકાર ગરીબોને ઘર આંગણે સુવિધા મળી રહે તે હેતુથી આયુષમાન કાર્ડ યોજના અમલમાં લાવી છે ત્યારે સૌથી અતિ પછાત ગણાતા એવા આદિવાસી વિસ્તાર દાંતા તાલુકાના ગામડાઓમાં રાજ્ય સરકારની યોજના ગરીબ લોકોના ઘર સુધી પોહચે તેના માટે આરોગ્ય લક્ષી સુવિધાઓ થી કોઈ ગરીબ વંચિત ના રહે તે હેતુ થી આરોગ્ય કેન્દ્ર કાંસા ના તાલુકા આરોગ્ય અધિકારી નિશાબેન ડાભીના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાંસા દ્વારા વસી ગામે આયુષ્માન ભારત યોજના હેઠળ કેમ્પ રાખવામાં આવેલ જેમાં ગામના તમામ લોકોને અગાઉ જાણ કરી તમામ લોકોના કાર્ડ કાઢવામાં આવેલ તેમાં કુલ ૫૦ ઉપર કાર્ડ કાઢવામાં આવેલ અને યોજના બાબતે લોકોને જન જાગૃતિ લાવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર તેમજ સુપરવાઈઝર તેમજ સી.એચ. ઑ તેમજ એમ.પી.એચ. ડબલ્યુ તેમજ એફ.એચ. ડબલ્યુ તેમજ તમામ આશાઓ દ્વારા ખુબજ સારો સહયોગ આપ્યો. સદર કેમ્પમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત રહીને યોજનાનો લાભ મેળવ્યો હતો.....

અહેવાલ નીલેશ શ્રીમાળી બનાસકાંઠા
9974645761


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.