હિંમતનગર અંબાજી હાઇવેનો સેતુ બંધન યોજનામાં સમાવેશ થતાં પહોળો થશે - At This Time

હિંમતનગર અંબાજી હાઇવેનો સેતુ બંધન યોજનામાં સમાવેશ થતાં પહોળો થશે


70 કરોડની ફાળવણી કરાઇ હાઇવે નવું કામગીરી બાબત

રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલય દ્વારા રોડ કનેક્ટિવિટી વધારવા ઉપર ધ્યાન કરી અમલી બનાવાયેલા સેતુ બંધન યોજનામાં

હિંમતનગર અંબાજી હાઇવેનો સમાવેશ કરી રૂ.70 કરોડની ફાળવણી કરાતાં રોડ હવે પહોળો થશે. હિંમતનગર અંબાજી રોડ પર

પ્રતિદિન વાહન વ્યવહાર વધી રહ્યો છે ત્યારે કેન્દ્રિય મંત્રાલયના નિર્ણયથી જિલ્લાજનોને સારી રોડ સુવિધા મળી રહેનાર છે.

સાબરકાંઠામાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન રેલ્વે, હાઈવેના પ્રોજેક્ટની કામગીરી હાથ ધરાઈ છે. થોડા સમય અગાઉ

વિજયનગર આંતરસુંબા માથાસુર તરફ જતાં માર્ગને ફોરલેન કરી પહોળો કરવા 56.115 કિમી.માટે રૂ.699.19 કરોડની

ફાળવણી કરાઇ હતી. સાબરકાંઠા સાંસદ દીપસિંહ રાઠોડ દ્વારા થયેલ પ્રયાસો અંતર્ગત વધુ એક માર્ગના અપગ્રેડેશનની

મંજૂરી મળી ગઈ છે. કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલય દ્વારા ઇંધણનું પર્યાપ્ત વળતર મળી રહે અને રોડ

કનેક્ટિવિટીની ગુણવત્તા સુધારવા વિવિધ હાઇવે પ્રોજેક્ટ પર કામ કરાઇ રહ્યું છે. તે પૈકી હિંમતનગર ઇડર ખેડબ્રહ્મા

અંબાજી માર્ગનો સેતુ બંધન યોજનામાં સમાવેશ કરી વર્ષ 2023 -24 માટે રૂ.70 કરોડની ફાળવણી કરાઈ હોવા અંગે મંત્રી

નીતિન ગડકરીએ સાબરકાંઠા સાંસદ દીપસિંહ રાઠોડને તાજેતરમાં 14 માર્ચના પત્રથી જાણ કરી હતી.છેલ્લા બે એક વર્ષથી

હિંમતનગર ઇડર માર્ગ વિસ્તાર બની ગયો છે અને ખેડબ્રહ્મા - અંબાજી તરફ જતાં વાહનચાલકો પારાવાર હાલાકીનો

સામનો કરી રહ્યા છે પરંતુ આ માર્ગનો સેતુ બંધન યોજનામાં સમાવેશ થતાં હિંમતનગર અંબાજી હાઇવે પહોળો થશે અને

મોટરિંગ સુવિધામાં પણ વધારો થશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.