બાલાસિનોર : છોટે પાવાગઢ ગણાતા કેડીગઢ મંદિર ના ગેટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું
બાલાસિનોર તાલુકાના પરબિયા કેડીગઢ મહાકાળી માતાજીના મંદિર ખાતે આસો ની નવરાત્રી નો બહુ જ મોટો રાસ ગરબા નો કાર્યક્રમ યોજાય છે અને તેના થકી પ્રસિદ્ધ થયેલા છોટે પાવાગઢ ગણાતા મહાકાળી માતાના મંદિરના ચોક આગળ જાહેર રોડ ગેટ બનાવવામાં આવ્યો હતો આ ગેટનું ઉદઘાટન બાલાસિનોર વિધાનસભાના ધારાસભ્ય શ્રી માનસિંહ ચૌહાણ ના હસ્તે માતાજીની આરતી ઉતારી ને કરવામાં આવ્યું હતું સાથે મહાપ્રસાદનું મંદિરના મહંત દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ભારે સંખ્યામાં કાર્ય કરવું તેમજ માઇ ભક્તો જોડાયા હતા અને દર્શન કરીને ધન્યતા અનુભવી હતી આ પ્રસંગે બાલાસિનોર ના ધારાસભ્ય માનસિંહ ચૌહાણ ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના કારોબારી સદસ્ય તેમજ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અજમેલસિંહ પરમાર જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ કાળુ સિંહ જે સોલંકી જિલ્લા મહિલા મોરચાના ઉપપ્રમુખ જયાબેન યુ ઠાકોર જિલ્લા બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ છત્રસિંહ કે ચૌહાણ પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય ઉદેસિહ ચૌહાણ તેમજ ચંદ્રસિંહ પરમાર પરબિયા સરપંચ શ્રી દિલીપસિંહ રાઠોડ રૈયોલી હાઇસ્કુલ ના આચાર્ય પ્રવિણસિંહ ચૌહાણ વસાદરા સરપંચ શ્રી ના પ્રતિનિધિ બાબુભાઈ તેમજ માઈ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર છત્રસિંહ ચૌહાણ મહીસાગર
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.