યુવાનો સંરક્ષણક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દીનું ઘડતર કરી શકે તેવા હેતુથી બોટાદ જિલ્લામાં સ્વામી વિવેકાનંદ પરીક્ષાલક્ષી નિવાસી તાલીમનું આયોજન - At This Time

યુવાનો સંરક્ષણક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દીનું ઘડતર કરી શકે તેવા હેતુથી બોટાદ જિલ્લામાં સ્વામી વિવેકાનંદ પરીક્ષાલક્ષી નિવાસી તાલીમનું આયોજન


સ્નાતકની લાયકાત અને ૨૧થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા ફક્ત પુરુષ ઉમેદવારો માટે ઈન્ટરવ્યુ યોજાશે

સમગ્ર સંચાલન માટે રૂ.૨૦૦૦૦/-ના ફિક્સ પગારથી ૪૫ દિવસ માટે હંગામી ધોરણે નિયત શરતો અને કરાર આધારીત કો-ઓર્ડીનેટરની નિમણૂક કરાશે

બોટાદ જિલ્લાના યુવાનો સંરક્ષણક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દીનું ઘડતર કરી શકે તેવા હેતુથી સ્વામી વિવેકાનંદ પરીક્ષાલક્ષી નિવાસી તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રસ્તુત તાલીમવર્ગના સમગ્ર સંચાલન માટે રૂ.૨૦૦૦૦/-ના ફિક્સ પગારથી ૪૫ દિવસ માટે હંગામી ધોરણે નિયત શરતો અને કરાર આધારીત કો-ઓર્ડીનેટરની નિમણૂક કરાશે. કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતકની લાયકાત અને ૨૧થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા ફક્ત પુરુષ ઉમેદવારો માટે આગામી તા.૧૫/૦૯/૨૦૨૨નાં રોજ બપોરે ૧૨:૩૦ કલાકે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જિલ્લા સેવા સેવા સદન, ખસ રોડ, બોટાદ ખાતે ઓપન ઈન્ટરવ્યુ રાખવામાં આવ્યા છે.

ઈચ્છુક ઉમેદવારોએ બાયોડેટા તેમજ શૈક્ષણિક લાયકાતનાં તમામ અસલ દસ્તાવેજો સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવા તેમજ વધુ વિગત માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી-બોટાદનો સંપર્ક સાધવા જિલ્લા ઈન્ચાર્જ અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.