નાના લીલીયા ખાતે કોમી એકતા ના પ્રતિક અશરફ મિયાં બાપુ નો ઉર્ષ મુબારક ઉજવાશે
દર વર્ષની જેમ આ વર્ષે પણ નાના લીલીયા ની સરજમી ઊપર કોમી એકતા ના પ્રતિક એવા સરકાર અશરફ મિયાં બાપુ ( દાદા બાપુ) નો ઉર્ષ મુબારક ઉજવાશે જેમાં તા.૭/૧/૨૦૨૫ ને મંગળવારના બપોરે ૩ કલાકે મિલાદ શરીફ સાંજે ૬ વાગ્યે ન્યાજ (ભોજન) તેમજ રાત્રે ૯ કલાકે નાત શરીફ જેમાં મુંબઈ ના મશહૂર નાતખ્વા વાસીફ રઝા નુરી નો નાત શરીફ નુ શાનદાર આયોજન કરવામાં આવ્યું છે
ઝેરે સદારત પીરે તરીકત અલ્હાઝ સૈયદ અહેમદ અલી બાપુ ની નીગેહબાની હેઠળ ઉર્ષ નું આયોજન કરવામાં આવે છે સાથે સાથે મહેમાનો ખુસુશી માં પીરે તરીકત સૈયદ અમાનત અલી બાપુ સૈયદ હાજી કૌશર અલી બાપુ ચિશ્તી પાલીતાણા વાળા હાજરી આપશે તેવું સૈયદ આદીલબાપુની યાદીમા જણાવ્યું છે
રિપોર્ટર
ઈમરાન એ.પઠાણ
લીલીયા મોટા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.