ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના ફર્સ્ટ પીઆઈ પી.એચ. ભાટીનો વિદાય સમારંભ ભવ્ય રીતે યોજાયો
અમદાવાદ: શહેરના ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના ફર્સ્ટ પીઆઈ પી.એચ. ભાટી સાહેબશ્રીની ક્રાઈમ બ્રાન્ચમાં બદલી થતાં તેમનો વિદાય સમારંભ ધામધૂમથી યોજાયો હતો.
આ સમારંભ દરમિયાન સેકન્ડ પીઆઈ ધંધુકિયા સાહેબશ્રીએ પી.એચ. ભાટી સાહેબના અઢી વર્ષના કાર્યકાળ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં આપવામાં આવેલ યોગદાન તથા રથયાત્રા અને મોહરમ દરમિયાન પુર્ણ કરાયેલ સફળ પોલીસ બંદોબસ્ત અંગે વિશેષમાં પ્રકાશ પાડ્યો હતો.
વિદાય સમારંભે ભાટી સાહેબની જગ્યાએ નિયુક્ત થયેલા ફર્સ્ટ પીઆઈ ગોસાઈ સાહેબ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે ભાટી સાહેબ અને ગોસાઈ સાહેબે એકબીજાને પુષ્પ આપી અભિવાદન કર્યું અને એકબીજાને શુભેચ્છાઓ પાઠવી.
આ પ્રસંગે વિસ્તારના આગેવાનો, સામાજિક કાર્યકર્તાઓ, જગન્નાથ મંદિરના મહંતશ્રી જગદીશ મહારાજ અને એસીપી વાણી દૂધાત સાહેબ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ સ્ટેશનના સ્ટાફ, અધિકારીઓ અને મહેમાનોએ ભાટી સાહેબને ભાવભીની વિદાય આપી તેમનાં નવી જવાબદારીઓ માટે શુભકામનાઓ પાઠવી હતી.
સૌરાંગ ઠકકર
અમદાવાદ જીલ્લા બ્યુરો ચીફ
9586241119
આ પ્રકારના તમામ સમાચાર માટેે
