અટીકા ફાટક પાસે કપડા સુકવતી વેળાએ વિજશોક લાગતાં પરપ્રાંતીય યુવાનનું મોત - At This Time

અટીકા ફાટક પાસે કપડા સુકવતી વેળાએ વિજશોક લાગતાં પરપ્રાંતીય યુવાનનું મોત


રાજકોટમાં અટીકા પાછળ રાધે હોટલ પાસે રબર મીલ પાછળ કારખાનાની ઓરડીમાં કપડા સુકવતી વેળાએ વિજશોક લાગતાં પરપ્રાંતીય યુવકનું કમકમાટીભર્યું મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. પ્રાપ્ત વિગત મુજબ, મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલ અટીકા પાછળ રાધે હોટલ પાસે રબર મીલ પાછળ કારખાનાની ઓરડીમાં રહેતાં સલમાન મકસુદભાઈ મન્સૂરી (ઉ.વ.19) ગઈકાલે પોતાની ઓરડીએ કપડાં ધોઈ દોરીએ સુકવતો હતો
ત્યારે ત્યાંથી પસાર થતાં વીજ લાઈનને સ્પર્શી જતાં તેને વિજશોક લાગતાં તે બેભાન થઈ ઢળી પડ્યો હતો. જેમને સારવારમાં ખસેડાયો હતો. પરંતુ સારવાર કારગત ન નિવડતાં તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે ભક્તિનગર પોલીસને જાણ કરતાં સ્ટાફ દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમમાં ખસેડયો હતો. વધુમાં મૃતક મજૂરી કામ કરતો હતો. બનાવ અંગે પરિવારને જાણ કરાતા શોકનું મોજું ફરી વળ્યું હતું.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.