બોટાદ ભાવનગર લોકસભાના સાંસદ અને નવનિયુક્ત કેન્દ્રિય મંત્રી પ્રથમ વખત બોટાદ જિલ્લાની મુલાકાતે. - At This Time

બોટાદ ભાવનગર લોકસભાના સાંસદ અને નવનિયુક્ત કેન્દ્રિય મંત્રી પ્રથમ વખત બોટાદ જિલ્લાની મુલાકાતે.


નિમુબેન બાંભણીયા એ ધાર્મિક દર્શનથી કરી શરૂઆત.

સાળંગપુર ખાતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી અને બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે કર્યા દર્શન.

મંદિર વહીવટ દ્વારા નવનિયુક્ત કેન્દ્રિય મંત્રી નિમુબેન બાંભણીયા ને પ્રસાદીનો ફૂલહાર અર્પણ કરી શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજની છબી ભેટ આપી કરાયું સન્માન.

ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ સાળંગપુર કષ્ટભંજન દેવના દર્શનથી કર્યા બાદ જીત અને કેન્દ્રિય મંત્રી પદે બિરાજ્યા બાદ સૌ પ્રથમ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને શરણે શીશ ઝુકાવ્યુ.

બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર ખાતે પ્રમુખ સ્વામી સ્મૃતિ મંદિર અને મુખ્ય મંદિરના દર્શન કર્યા પ્રસાદીનો પુષ્પ હાર અને મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી કરાયું સન્માન.

સ્થાનિક જિલ્લા અને તાલુકા ભાજપ ના હોદ્દેદારો અને ચૂંટાયેલા સભ્યો રહ્યા હાજર.

જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના ચૂંટાયેલા સભ્યો જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ રહ્યા ઉપસ્થિત.

સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે ચાલી રહેલ રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા.

સાળંગપુર થી પ્રસ્થાન કરી બોટાદ જિલ્લા ભાજપ કાર્યાલય પહોંચશે કેન્દ્રિય મંત્રી.

જિલ્લા ભાજપ કાર્યાલય બોટાદ ખાતેથી વાહન રેલી સ્વરુપે જશે પાળીયાદ ખાતે.

પાળીયાદ ખાતે વીસામણબાપુ ની જગ્યા ખાતે દર્શન અને ત્યારબાદ બોટાદ વિધાનસભા કાર્યકર્તાઓની સભાનું આયોજન.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.