પુત્ર સાથે વાત કેમ કરવા દેતો નથી? કહી યુવક પર પૂર્વ પત્નીના પતિ સહિત પાંચ શખ્સોનો હુમલો
રાજકોટ,તા.10
ધરમનગર ક્વાર્ટરમાં રહેતા ભાવીનભાઇ પ્રવીણભાઇ રાજયગુરૂ(ઉ.વ.40)એ પંકજભાઈ સોંડાંગર અને ચાર અજાણ્યા શખ્સો સામે ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ કરતા તેઓ સામે હુમલો,મારામારી,રાયોટ અને તોડફોડ અંગેની કલમ હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો હતો.
ભાવિનભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું મારા પરિવાર સાથે 2હુ છુ અને રૈયા રોડ આમ્રપાલી અંડરબ્રીજ પાસે જ્યોતી ચશ્મા નામની દુકાન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવુ છુ.મેં થોડા મહિના પહેલા જ મારું મોંના કેન્સર અંગે સારવાર કરાવી હતી.તેમજ મારે મારી પૂર્વ પત્ની વર્ષાબેન થી આજથી આશરે ચારેક વર્ષ પહેલા છુટા છેડા લઇ લીધેલ છે અને મારે મારી પુર્વ પત્ની વર્ષાબેન થી સંતાનમાં એક દિકરો કેવલ છે અને હાલ તે મારી સાથે રહે છે.
ગઈકાલે હુ મારી દુકાને હતો ત્યારે મારી પુર્વ પત્ની વર્ષાબેન જે પંકજભાઇ સોંડાગર સાથે રહેતા હોય તે પંકજ સોંડાગરાનો મને ફોન આવેલ અને તેણે મને ફોન પર પુછેલ કે તુ ક્યાં છો તેમ કહેતા મે કહેલ કે હુ મારી ચશ્મા ની દુકાને છુ તેમ કહેતા તેણે મને કહેલ કે તુ ત્યાં જ તારી દુકાને જ રહેજે હું ત્યા આવુ છુ મારે તારું કામ છે.તેમ કહી ફોન કાપી નાખ્યો હતો અને બાદમાં આઠેક વાગ્યાની આસપાસ આ પંકજ અને તેની સાથે ચાર અજાણ્યા શખ્સો એક પોલો કાર લઇને આવેલ હતા અને તે લોકો મારી દુકાન ની અંદર આવેલ અને પંકજે મને કહેલ કે તુ કેવલ ને વર્ષા સાથે વાત કેમ કરવા દેતો નથી તેમ કહી મને જેમ ફાવે તેમ ગાળો બોલવા લાગ્યો હતો.
જેથી મે તેમને ગાળો આપવાની ના પાડતા તે એકદમ ઉશ્કેરાય ગયેલ અને મને જેમ ફાવે તેમ ઢીકા પાટુનો માર મારવા લાગ્યા અને તેમાથી પંકજભાઇ પાસે રહેલ લોખંડ નો પાઇપ હોય જેનાથી તે માર મારવા લાગેલ અને મારી દુકાનમાં લોખંડ ના પાઇપ વડે કાચમાં તોડફોડ કરવા લાગ્યા અને ત્યા દેકારો થતા માણસો ભેગા થતા આ લોકો ત્યાંથી ભાગી ગયેલ અને બાદ મને પગમાં દુ:ખાવો થતો હોય જેથી મે મારા મિત્ર જીતેશભાઇ ઘોણીયા તથા પ્રવીણભાઇ ગોરવાડીયા તથા મારા બનેવી રીતેશભાઇ ત્રીવેદી ને આ બનાવ બાબતે ફોન પર જાણ કરી હતી.
તે લોકોને મારી દુકાને આવવા માટે જણાવેલ અને તે લોકો આવી જતા મને ઇજા થતાં હોય પ્રાઇવેટ વાહનમાં સારવાર માટે સિવિલ હોસ્પીટલ માં દાખલ કરેલ અને હોસ્પિટલ માં સારવારમાં મને જાણવા મળેલ કે મને જમણા પગની આંગળી માં ફ્રેક્ચર જેવી ઇજા કરી હતી.આરોપીઓ પોલીસ લખેલી ગાડીમાં આવ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો.આ અંગે ગાંધીગ્રામ પોલીસે તપાસ આદરી પાંચેયને પકડી લીધા હતા.
તોડફોડ અને હુમલામાં સંડોવાયેલા પાંચેયના નામ
ચશ્માંની દુકાનના વેપારી પર ગઈકાલે રાત્રીના પાંચ શખ્સોએ હુમલો કરી દુકાનમાં તોડફોડ કરી હતી એ બનાવમાં પીઆઇ જી.એમ.હડિયાની રાહબરીમાં સ્ટાફે આરોપીઓમાં ચિરાગ બિપિન સૌંડાગર(રહે.હુડકો),પ્રતીક ભરત ઉદેશી(રહે.નાગેશ્વર,જામનગર રોડ),ભાવુપવન જીવતરામ લાલચંદ(રહે.નાગેશ્વર પટેલ ચોક),પંકજ બિપિન સૌંડાંગર અને માધવ દિલીપ આહીર(રહે.માધાપર)ને પકડી કાયદાનું ભાન કરાવ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.