પોલીસમેનના મકાનમાં પુત્રના મિત્રએ હાથફેરો કર્યો: રૂ.2.99 લાખની મતાની ચોરી - At This Time

પોલીસમેનના મકાનમાં પુત્રના મિત્રએ હાથફેરો કર્યો: રૂ.2.99 લાખની મતાની ચોરી


પોલીસ હેડ ક્વાર્ટરમાં પોલીસમેનના મકાનમાં પુત્રના મિત્રએ હાથફેરો કરી રૂ.2.99 લાખની મતાની ચોરી કરી નાસી છૂટતાં પ્ર. નગર પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ આદરી હતી. પોલીસમેનના પુત્રને કોઠારીયાના મિત્ર રાજ મેંદપરાએ ભાભા હોટલમાં જમવા મોકલી પાછળથી ખેલ પાડી દિધો હતો.
બનાવ અંગે પોલીસ હેડક્વાર્ટરમાં રહેતાં અજીતસિંહ શક્તિસિંહ ચુડાસમાએ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે રાજ મનીષ મેંદપરાનું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ અભ્યાસ કરે છે.
તેમજ તેમના પિતા શક્તિસિંહ શહેર પોલીસ ડીપાર્ટમેન્ટમા પોલીસ કોન્સટેબલ તરીકે નોકરી કરે છે. તેમજ પોલીસ હેડકવાર્ટર ડોગ સ્કોર્ડ બાજુમા આવેલ બ્લોકમાં રહેતો ધ્રુવરાજસિંહ જાડેજા અને કોઠારીયા ન્યારા પેટ્રોલપંપની પાસે રહેતો રાજ મેંદપરા તેમના મીત્ર છે. અવાર-નવાર તેઓ અલગ અલગ જગ્યાએ ભેગા થતાં હોય છે.
ગઈ તા. 19 ના સાંજના સાતેક વાગે તે પોલીસ હેડ કવાર્ટર ગાઉન્ડમા હતો ત્યારે તેમના ભાઈ હર્ષજીતસિંહનો ફોન આવેલ કે, મીત્ર રાજ મેંદપરાનો ફોન આવેલ છે અને તને જમવાના પાસ આપવા માટે આવે છે તેમ વાત કરી ત્યાં જ રાજ મેંદપરાનો ફોન આવેલ કે, અભીજીત તું ક્યા છો, જેથી તેને કહેલ કે, હું ગાઉન્ડ રીંગ કરૂ છુ અને મારી સાથે તારો મીત્ર ધ્રુવરાજસિંહ પણ સાથે છે.
તેમ વાત કરતા રાજ પોલીસ હેડ કવાર્ટર ગાઉન્ડ પાસે આવી ભાભા હોટલના બે પાસ આપેલ અને રાજ મેંદપરા, ધ્રુવરાજ અને મેહુલ સાથે મારૂતીનગર સોસાયટીમા પાણીપુરી ખાવા માટે ગયેલા હતાં. ત્યારે ફરીયાદી ઘરે ગયેલ અને તેમના માતાને હોટલમાં જમવા જવા બાબતે વાત કરેલ અને માતા-પુત્ર બાઇકમાં હોટલના પાસ હતા ત્યા જમવા માટે રાત્રીના નવ વાગે ગયેલ હતાં.
ત્યારે તેમને ભાઈના મીત્ર રાજ મેંદપરાનો ફોન આવેલ કે, તમે જમવા માટે નિકળી ગયા જેથી તેને કહેલ કે હા ઘરેથી નિકળીએ છીએ તેમજ તે બાદ પણ બે વખત ફોન આવેલ હતાં. ત્યારબાદ તેઓ માતા-પુત્ર રાત્રીના દશેક વાગ્યે જમી ઘરે પરત આવેલ હતાં. તેમના પીતા ગામડે ગયેલ હતા.
અને નાનો ભાઈ હર્ષજીત સિંહ રાત્રીના સાડા અગ્યાર વાગ્યે આવેલ બાદ તેઓ સુઈ ગયેલ અને ત્રીજા દિવસે તા.21 ના તેમને લગ્નમા જવાનુ હોઇ જેથી કબાટમા રાખેલ વીટી જોવામા આવેલ નહી અને બંને કબાટમા જોતા સોના દાગીના તથા રોકડ રૂપીયા જોવા ન મળતાં માતાને કહેલ કે, બંને કબાટમાંથી દાગીના તથા રોકડ રૂપીયા કોઈ લઈ ગયેલ છે.
પૂછતાં તેઓએ પણ જણાવેલ કે, એક સોનાનો હાર , અઢી તોલાનું મંગળસુત્ર, છ વિંટી તેમજ રોકડ રૂ. 2 લાખ મળી કુલ રૂ.2.99 લાખનો મુદામાલ જોવા ન મળતાં કોઈ અજાણ્યા શખ્સો ચોરી કરી ગયાનું સામે આવ્યું હતું.
જે અંગે ફરિયાદીએ તેમના ભાઈ હર્ષજીતના મીત્ર રાજ મેંદપરાના સંપર્ક કરતા તેને મોબાઇલ બંધ કરી દિધેલ અને ચોરીના બનાવ પછી તે બાહર ગામ જતો રહેલ હતો. હાલ તેની માતા પાસે જઈ તપાસ કરતા રાજ ઘરે નથી અને તેનો ફોન બંધ આવે છે તેમ જણાવેલ જેથી રાજ મેંદપરાએ ચોરી કરેલની પુરેપુરી શંકા હોય જેથી ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી પ્ર. નગર પોલીસે ગુનો નોંધી શકમંદ આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image