શહેરા તાલુકાના ગુણેલી ગામેથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને એલસીબી પોલીસે 3,59,160/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. - At This Time

શહેરા તાલુકાના ગુણેલી ગામેથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને એલસીબી પોલીસે 3,59,160/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


પંચમહાલ ગોધરાના પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી એ જિલ્લામાં દારૂની અસામાજીક પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા માટે જરૂરી સુચના એલસીબી શાખના પોલીસ ઇન્સ્પેક્ટર એન.એલ. દેસાઈને આપી હતી જેથી એલ.સી.બી. શાખના સ્ટાફના અધિકારી તથા કર્મચારીઓને પ્રોહીબીશનની હેરાફેરી કરતા ઈસમો ઉપર વોચ ગોઠવી હતી.જેથી એલસીબી શાખના પોલીસ કોન્સ્ટેબલ ભુપેન્દ્રસિંહ નાથુસિંહ નાઓને ખાનગી રાહે બાતમી મળેલ કે, અશ્વીનભાઈ બાબુભાઈ બારીઆ રહે.આંટાના મુવાડા તા.લુણાવાડા જી.મહિસાગર નાઓએ ગુણેલી ગામે બાપુજી ફળીયા તા.શહેરા ના રહીશ પ્રવિણભાઈ સુરેન્દ્રભાઈ બારીઆ નાઓના ઘરે ભારતીય બનાવટનો વિદેશી દારુ લાવી મંગાવી સંતાડી રાખેલ છે. જેથી મળેલ બાતમી આધારે એલ.સી.બી. સ્ટાફના માણસો સાથે ગુણેલી રહેતા પ્રવિણભાઈ સુરેન્દ્રભાઈ બારીઆ નાઓના ઘરે રેઇડ કરતા તેના ઘરેથી વિદેશી દારૂના જથ્થા સાથે 3,59,160/-ના મુદ્દામાલ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

બ્યુરો ચીફ, વિનોદ પગી પંચમહાલ


8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.