રામકૃષ્ણ આશ્રમ સામેના શ્રીનાથજી ફાસ્ટ ફૂડમાંથી વાસી બટેટા અને ચોકલેટ સોસ મળ્યા : ભોલા ફાસ્ટ ફૂડમાંથી પાંચ કિલો માલનો નાશ - At This Time

રામકૃષ્ણ આશ્રમ સામેના શ્રીનાથજી ફાસ્ટ ફૂડમાંથી વાસી બટેટા અને ચોકલેટ સોસ મળ્યા : ભોલા ફાસ્ટ ફૂડમાંથી પાંચ કિલો માલનો નાશ


મનપાની ફૂડ વિભાગની ડ્રાઇવમાં યાજ્ઞિક રોડ પર અને કાલાવડ રોડ હોકર્સ ઝોનમાં આવેલ ફાસ્ટ ફૂડની બે દુકાનમાંથી 10 કિલો બટેટા, બ્રેડ, ચોકલેટ સોસ સહિતના માલનો નાશ કરાયો હતો અને નમુના પણ લેવાયા છે.
ફૂડ વિભાગની સર્વેલન્સ ટીમ દ્વારા યાજ્ઞિક રોડ પર રામકૃષ્ણ આશ્રમ સામે આવેલ રાજેશ્ર્વરી કોમ્પ્લેક્ષમાં રહેલા શ્રીનાથજી ફાસ્ટફૂડમાં ચકાસણી કરાઇ હતી. ત્યાંથી વાસી અને સડેલા ચાર કિલો બટેટા, એકસપાયર થયેલ એક કિલો ચોકલેટ સોસનો નાશ કરી નોટીસ અપાઇ હતી. સાથે જ ભારત હોર્ન્સ ચીઝ, બટર અને લીલી ચટણીના નમુના લેવાયા હતા.
આ જ રીતે કાલાવડ રોડ પર પ્રેમ મંદિર સામે આવેલ હોકર્સ ઝોનમાં ભોલા ફાસ્ટ ફૂડમાં ચેકીંગ કરાયું હતું. ત્યાંથી પણ પાંચ કિલો અખાદ્ય વાસી પાઉં, બ્રેડ, પીઝાબેઝ ફેંકીને નોટીસ આપવામાં આવી હતી. ફૂડ વિભાગની ટીમ તથા સેફટી વાન સાથે શહેરના નંદનવન રોડ -પુનિતનગર વિસ્તારમાં 23 ખાણીપીણીના ધંધાર્થીને ત્યાં ૧પ નમુનાનું પરીક્ષણ કરી 7 વેપારીને લાયસન્સ માટે નોટીસ આપી હતી. તેમાં (1) જય રખાદાદા ફૂડ્સ (2)ક્રિષ્ના કેન્ડી (3) હસ્તી ચાઇનીઝ પંજાબી (4)પટેલ પાણીપૂરી (5) સૌરાષ્ટ્ર શાકભાજી (6)ખોડિયાર વડાપાઉં (7)ભોલે ખમણનો સમાવેશ થાય છે.
જયારે (8)રિયલ સેન્ડવીચ (9)કેક એન જોય (10)મિલન ખમણ (11)પટેલ ફરસાણ (12)ન્યુ શ્રીજી આઇસ્ક્રીમ (13)ખોડલ ફેન્સી ઢોસા (14)શ્રીનાથજી કોઠી આઇસ્ક્રીમ (15)શ્રીનાથજી દાળપકવાન (16)વડાલીયા ફૂડ્સ (17)એવરેસ્ટ કોલ્ડ હાઉસ (18)નંદનવન ડેરી ફાર્મ (19)મોંજીનીસ કેક શોપ (20)ઝેપોલી બેકર્સ (21)રાધેક્રિષ્ના ડેરી ફાર્મ (22)શ્રીજી નમકીન (23)બાપાસીતારામ પાઉંભાજીમાં તપાસ કરવામાં આવી હતી.
મ્યુનિ. કોર્પો.ની ફૂડ શાખાએ ફરી જુના માર્કેટીંગ યાર્ડમાંથી હળદર અને તલના નમુના લઇને લેબોરેટરીમાં મોકલ્યા છે.
જુના માર્કેટીંગ યાર્ડમાં દુકાન નં.એ-16 ગજાનન ટ્રેડર્સમાં તપાસ કરીને હરીયુગ ટર્મરીક પાવડર (હળદર) અને મશીન કલીન તલના નમુના લેવામાં આવ્યા હતા જયારે આસ્થા રેસીડેન્સી પાછળ અમૃત વાટિકા-3માં બ્લોક નં.ર1માં રહેલા શ્રી ઉમિયાજી ફૂડ પ્રોડકટમાંથી પણ કાળા તલ અને તલની ચીકીના નમુના લઇ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યાનું અધિકારીઓએ જણાવ્યું હતું.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.