બોટાદમાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા “હર ઘર તિરંગા” કાર્યક્રમ અંતર્ગત રેલીનું આયોજન
પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના ૫૦૦૦થી વધારે વિદ્યાર્થીઓ હર્ષોઉલ્લાસથી રેલીમાં જોડાયા બોટાદના ધારાસભ્યશ્રી સૌરભભાઈ પટેલે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું
સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની ખુબ જ ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે બોટાદમાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા “હર ઘર તિરંગા" કાર્યક્રમ અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીને બોટાદના ધારાસભ્યશ્રી સૌરભભાઈ પટેલે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. વિવિધ શાળાઓના ૫૦૦૦થી વધારે વિદ્યાર્થીઓ હર્ષોલ્લાસપૂર્વક આ રેલીમાં જોડાયા હતા.
જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની આગેવાની હેઠળ આ રેલી બોટાદના જુના માર્કેટિંગ યાર્ડથી શરૂ કરી હવેલી ચોક, ટાવર રોડ, દિનદયાળ ચોક તથા વિવિધ જાહેર માર્ગો પરથી પસાર થઈ હતી. જ્યારે જુના માર્કેટિંગ યાર્ડ ખાતે રેલીનું સમાપન થયું હતું. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી અને સમગ્ર સ્ટાફના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.
બોટાદ શહેરની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ, શિક્ષકો, રાજકીય આગેવાનો તેમજ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર:ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.