ધ્રાંગધ્રા અમદાવાદ હાઇવે ઉપરથી પસાર થઈ રહેલો વિદેશી દારૂનો મોટો જથ્થો સ્ટેટ મોનેટરીંગ ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે.
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા અમદાવાદ હાઇવે ઉપરથી રોજનો લાખો રૂપિયાનો વિદેશી દારૂ પસાર થઈ રહ્યો હોવાની ચોક્કસ બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સહિતની ટીમ હાઇવે ઉપર વોચ ગોઠવી અને આવા દારૂને ઝડપી પાડવા માટે કામે લાગી હતી. ત્યારે ગતરાત્રિ દરમિયાન ધ્રાંગધ્રા તાલુકાની દુદાપુર ચોકડી નજીકથી સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા હાઇવે ઉપરથી પસાર થઈ રહેલો વિદેશી દારૂનો મોટો જથ્થો સ્ટેટ મોનેટરીંગ ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે.ત્યારે સ્ટેટ મોનિટરીંગ ટીમને મળેલી ખાનગી બાતમીના આધારે હાઇવે ઉપર દૂધ ભરેલા ટેન્કરમાં ચેકિંગ કામગીરી હાથ ધરતાં દૂધ ભરેલા ટેન્કરમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ત્યારે આ મામલે ડ્રાઇવરની અટકાયત કરવામાં આવી છે. અને તપાસ કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે સ્ટેટ મોનિટરિંગ ટીમને સફળતા મળી છે. તો સ્થાનિક પોલીસ અને અન્ય જે બ્રાન્ચો છે તે શું કામગીરી કરી રહી હશે ? તે પણ સવાલ ઉદભવી રહ્યો છે.ધ્રાંગધ્રા હાઇવે પરથી દારૂના મોટા પ્રમાણમાં જથ્થો ઝડપાયો હોવાના પગલે ધ્રાંગધ્રા પોલીસ સ્ટેશન બહાર જ દારૂ ઉતારી દેવામાં આવ્યો છે. ત્યારે ઉતારી દેવા માટે અંદાજિત 20થી વધુ કર્મચારીઓ કામે લાગ્યા હતા. અને મધરાત્રિ સુધી ગણતરી સહિતની કામગીરી ચાલી હતી. ત્યારે સ્ટેટ મોનિટરીંગના દરોડા બાદ ચકચાર મચી જવા પામી છે. ત્યારે આ મામલે ધ્રાંગધ્રા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી અને વધુ પોલીસ તપાસ હાથ ધરવામાં આવી છે.સ્ટેટ મોનિટરિંગ સેલે ધ્રાંગધ્રાના દૂદાપુર ચોકડી પાસેથી 7200 બોટલો સાથે દારૂનો જથ્થો ઝડપી પાડ્યોં હતો. જેમાં દૂધ ભરેલા ટેન્કરમાંથી દારૂ સાથે એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો. આ દરોડામાં રૂ. 30.55 લાખનો મુદામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.