ધો- 10/12 ના વિદ્યાર્થીના માતા પિતાએ તેને અપેક્ષાની કાર્બન કોપી ન બનાવી જોઈએ - At This Time

ધો- 10/12 ના વિદ્યાર્થીના માતા પિતાએ તેને અપેક્ષાની કાર્બન કોપી ન બનાવી જોઈએ


ધો- 10/12 ના વિદ્યાર્થીના માતા પિતાએ તેને અપેક્ષાની કાર્બન કોપી ન બનાવી જોઈએ

પ્રત્યેક વાંસ વાંસળીની સંભાવના રહેલી હોય છે.એમ ઈશ્વરનું પ્રત્યેક સર્જન હેતું સાથેનું હોય છે.ઈશ્વરના પ્રત્યેક સર્જન અંદર અફાટ વૈવિધ્યથી ભરેલું હોય છે.ઈશ્વરનું સર્જન ક્યારે પણ કોપી પેસ્ટ નથી હોતું.તેના સર્જનમાં રિપીટેશન પણ નથી હોતું.આ સૃષ્ટિ ઉપરનું ઈશ્વરનું પ્રત્યેક સર્જન નાવિન્ય પૂર્ણ હોય છે.એવી જ રીતે શાળામાં આવતું પ્રત્યેક વિદ્યાર્થીએ કુદરતની સર્જનાત્મક સંભાવના લઈને આવતો હોય છે.કમનસીબે કુદરતની આ સંભાવનાને ક્યારેક શિક્ષક ઓળખી નથી શકતો તો ક્યારેક ખુદ માતા પિતા ઓળખી શકતા નથી.કુદરતનું વૈવિધ્ય આપણૅ જાણીએ છીએ કે આપણો અવાજ,આપણી હથેળીઓ કે આંગળીઓની ફિંગર પ્રિન્ટ,સ્વભાવ વગેરેમાં વિવિધતા રહેલી છે.આમ છતાં ઈશ્વરના અદ્ભુત સર્જન સાથે માતા પિતા ચેડાં કરીને ઈશ્વરની સમગ્ર નિર્માણ રચનાને ડિસ્ટર્બ કર્યા કરે છે.અપવાદો બાદ કરતા મોટા ભાગના માતા પિતા.પોતાના સંતાનોની વાંસ માંથી વાંસળી બનવાની સંભાવનાને પોતાની રૂઢિગત માન્યતા કે ડોકટર,એન્જિનિયર બનાવવાના વળગાડને લીધે.બાળકની પ્રતિભાને કુંઠિત કરી નાખે છે.જેમ શેત્રુજીમાં ગાગડિયો ભળે એમ મેકેલો બ્રાન્ડ વિચારધારા ગુલામ શૈક્ષણિક માનસિકતા માતા પિતાની માનસિકતાને બળ પૂરું પાડે છે.આવા સંજોગોમાં વિદ્યાર્થીમાં રહેલી કુદરતની ભેટ સરિખી સર્જાંત્મક ઉભરતી પ્રતિભાનું બાલ્યકાલમાં સંભાવનાનું ગળું દબાવી દે છે.આપણે સામે ભૂતકાળના અને વર્તમાનના એવા ઘણા ઉદાહરણો છે.જેમાં રૂઢિગત સિસ્ટમે,સંકુચિત માનસિકતાએ જેને ફેલ ગણ્યા હતા.આજે એ જ લોકો સફળતાના રોલ મોડલ બની ચિરંજવી પોતાનું વ્યક્તિત્વ સ્થાપિત કરી ગયા છે.રોવન એડીકેશન એક સાધન ખેડૂતનો પુત્ર હતા.જેને માળખાગત ઇલેક્ટ્રોનિક એન્જિનિયર ની ડિગ્રી પ્રાપ્ત કરી. પરંતુ કુદરતે તેનું સર્જન વિશ્વના આનંદ માટે કર્યું હતું.અને એ જ આજનું વર્તમાન ઉદાહરણ બન્યું છે.કિસ સમગ્ર વિશ્વની અંદર ચાર્લી ચેપલીની જેમ પોતાના મુક અભિનયથી સમગ્ર વિશ્વને પોતાના અભિનય દ્વારા આનંદ આપ્યો છે.એવા મહાન કલાકાર મિસ્ટર બીન આજે આપણી વચ્ચે હયાત છે.વિશ્વપ્રસિદ્ધ ગઝલ ગાયક ગુલામ અલી સાહેબ,આલ્બર્ટ આઈન્સ્ટાઈન,થોમસ એડિશન આલવા,ડોક્ટર અબ્દુલ કલામ,માર્ક ટેવન,મેથ્યુ આર્નોલ્ડ.આવા અસંખ્ય ઉદાહરણો છે. જેને જગતની સિસ્ટમને ફેલ કર્યા હતા.પરંતુ કુદરતે આપેલી તેની આંતરિક પ્રતિભાવના જોરે વિશ્વ આખાને એક નવી દિશા દેખડી.એક આચાર્ય તરીકે દરેક વાલી મિત્રોને નમ્ર વિનંતી છે.કે તમારું બાળક એ પણ એક કુદરતની અનુપમ ભેટ છે.તેને ખીલવા દો, તેની વિકસતી પ્રતિભાના માર્ગની અંદર તમારી અપેક્ષાના અવરોધો ન નાખો.તેને લાગણી અને યોગ્ય સમયે હૂફ આપો,તમારું સર્જનાત્મક માર્ગદર્શન તમારા બાળકને વિશ્વના મંચ ઉપર એક અલગ ઓળખ ઊભી કરવા માટે તમને ગૌરવ પ્રદ નિમિત્ત બનાવશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.