પારદર્શિતા ના નામે કાળા નું સર્જન ચૂંટણી બોન્ડને ગેરકાયદે ગણાવી સુપ્રીમે રદ કર્યા મતદારો ને જાણ હોવી જોઈ એ અભિવ્યક્તિની સ્વતંત્રતા અને માહિતીના અધિકારના બંધારણીય અધિકારનું ઉલ્લંઘન શા માટે ?
પારદર્શિતા ના નામે કાળા નું સર્જન
ચૂંટણી બોન્ડને ગેરકાયદે ગણાવી સુપ્રીમે રદ કર્યા
મતદારો ને જાણ હોવી જોઈ એ
અભિવ્યક્તિની સ્વતંત્રતા અને માહિતીના અધિકારના બંધારણીય અધિકારનું ઉલ્લંઘન શા માટે ?
અલફાન્યુમેરિક વિગતો ક્યાં ? સુપ્રીમ ની SBI ને નોટિસ ૧૮ માર્ચે સુનવણી બોન્ડ ના યુનિક નંબર જાહેર કરવા ની SBI ની નેતિક અને કાયદેસર ની ફરજ છે યુનિક નંબર જાહેર ન કરી રાજકીય પાર્ટી ઓની સદ્ધરતા છુપાવી કોની મદદ કરે છે કરોડો મતદારો ના મૂળભૂત અધિકારો છે કઈ પાર્ટી પાસે કેટલી વેલ્યુ ના બોન્ડ કોણે આપ્યા છે ? ચુટણી બોન્ડને ગેરકાયદે ગણાવી સુપ્રીમે રદ કર્યા લોકસભાની ચૂંટણી અગાઉ પાંચ જજની બંધારણીય બેન્ચનો ઐતિહાસિક ચુકાદો લોકસભાની ચૂંટણીની જાહેરાતની ઘડીઓ ગણાઈ રહી છે તેવા સમયે સુપ્રીમ કોર્ટે ૧૫ ફેબ્રુઆરી,૨૦૨૪ ના રોજ એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપીને કેંદ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી અનામી રાજકીય ભંડોળ મેળવવા માટેની ચૂંટણી બોન્ડ યોજના (ઈલેકટોરલ બોન્ડ સ્કીમ - EBS)ને ગેરકાયદે ગણાવી તેને તાત્કાલિક અસરથી બંધ કરવા ફરમાન કર્યું છે અને નવા બોન્ડ જારી કરવા પર પ્રતિબંધ ફરમાવી દીધો છે. બોન્ડ બહાર પાડતી સરકારી બેંક SBI ને કોણે, કેટલા રૂપિયાના ચૂંટણી બોન્ડ ખરીદ્યા અને આ બોન્ડ કોને મળ્યા તેની વિગતો જાહેર કરવા પણ આદેશ આવ્યો છે. મુખ્ય ન્યાયમૂર્તિ ડી.વાય ચંદ્રચૂડની અધ્યક્ષતામાં ન્યાયમૂર્તિઓ સંજીવ ખન્ના બી.આર. ગવઈ, જે.બી. પારડીવાલા અને મનોજ મિશ્રાનો સમાવેશ કરતી પાંચ જજની બંધારણીય બેન્ચે ૨૦૧૮ માં લેવાયેલી આ યોજનાને બંધારણના અનુચ્છેદ ૧૯(૧)(એ) અન્વયે અભિવ્યક્તિની સ્વતંત્રતા અને માહિતીના અધિકારના બંધારણીય અધિકારનું ઉલ્લંઘન ગણાવ્યું છે. રાજકીય ફન્ડિંગમાં પારદર્શકતા લાવવા અને કાળાં નાણાં પર નિયંત્રણ મૂકવાના આશયથી EBS લવાઈ હોવાના કેંદ્ર સરકારના તર્કને પણ ગ્રાહ્ય રાખવાનો બેન્ચે ઈનકાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે EBS અને નાણાં અધિનિયમ, ૨૦૧૭, લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, (RPA) ૧૯૫૧ આવકવેરા અધિનિયમ, ૧૯૬૧ અને કંપની અધિનિયમ, ૨૦૧૩ માં કરાયેલા સુધારાઓને ગેરબંધારણીય ઘોષિત કર્યા હતા. આ સુધારાઓ પહેલાં રાજકીય પક્ષો કઠોર અનિવાર્યતાઓને આધીન ફાળો લઈ શકતા હતા, જેમાં રૂ.૨૦.૦૦૦ થી વધુ રકમના ફાળાની ઘોષણા અને કોર્પોરેટ દાન પર મર્યાદા સામેલ હતી.
મુખ્ય ન્યાયમૂર્તિ ડી.વાય. ચંદ્રચૂડે જણાવ્યું હતું કે ઈલેકટોરલ બોન્ડ યોજનામાં અનેક ખામીઓ છે. કાળાં નાણાં પર નિયંત્રણ મૂકવા માટે માહિતી અધિકાર કાયદાનું ઉલ્લંઘન યોગ્ય નથી. ચૂંટણી બોન્ડ પર કોઈનું નામ કે બેંકની માહિતી ન હોવાથી રાજકીય પક્ષો દાન આપનારની ઓળખ નથી કરી શકતા, કેન્દ્ર ની એ દલીલ અયોગ્ય છે આંકડા દર્શાવે છે કે ૯૪ % દાન ૧ કરોડ રૂપિયાના મૂલ્ય વર્ગમાં કરાયું છે. એ સંપન્ન વર્ગને પ્રજા સામે તો ગુપ્ત દર્શાવે છે પરંતુ પક્ષો માટે નહીં. મત આપવાની સ્વતંત્રતાનો ઉપયોગ કરી શકે તે માટે પક્ષોને મળનારા પૈસા અંગે મતદારોને જાણ હોવી જરૂરી છે લોકશાહી માં પબ્લિક રેટીંગ પબ્લિક ના હક્ક ગાયબ ? સુપ્રીમ દુવપુવા કોઈ તર્ક કે દલીલ નહિ જાહેરહિત માં હોય તે જાહેર થવું જ જોઈ એ ૨૦૧૯ થી અમલ માં આવેલ ચૂંટણી બોન્ડ કંઇ રાજકીય પાર્ટી એ ક્યાં થી મેળવ્યા તેના બદલે કોણે શુ આર્થિક લાભ મેળવ્યો ? તે વિગતો હજુ સામે આવશે ત્યારે કેટલાય ભ્રષ્ટ નેતા ઓની પવિત્રતા નું ચીરહરણ થશે
નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.