મણિનગર ખાતે સાથિયા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી ૨ દિવસ નો ઘાયલ પક્ષી બચાવ કેમ્પ નું આયોજન.
મકરસક્રાંતિ એટલે કે ઉતરાયણ ના પર્વમાં વર્ષોથી માણસો નો પતંગ નો શોખ અને પક્ષીઓ સહિત અન્ય જીવો માટે અકસ્માતે ઘાયલ થવાનું નિમિત્ત બનતો આવ્યો છે,
૨૦૨૪ ના આ વર્ષે ઉતરાયણ પર્વે અમદાવાદ શહેરમાં ઘાયલ પક્ષીઓ ને બચાવ અર્થે અમદાવાદ સહીત સમગ્ર ગુજરાત માં સરકાર ના વન વિભાગ સહીત જીવદયા અને સામાજિક સંસ્થાઓ દ્વાર જીવદયા માટે સમગ્ર ગુજરાત ના દરેક જિલ્લા , શહેર અને ગામ માં ૨ દિવસ માટે ખાસ ઘાયલ પક્ષીઓ માટે કેમ્પ ના આયોજન કરવામાં આવે છે અને ખાસ હેલ્પલાઇન મોબાઇલ નંબર પણ જાહેર કરવામાં આવે છે,
આવી જ એક સંસ્થા સાથિયા ચેરિટેબલ ટ્રસ્ટ અને ગુજરાત સરકાર ના કરુણા અભિયાન હેઠળ અને જય માડી શ્રી નિધિ ફોઉન્ડેશન ના સહિયોગ થી અમદાવાદ ના મણિનગર વિસ્તારમાં હીરાભાઈ ટાવર પાસે તારીખ ૧૪ અને ૧૫ જાન્યુઆરી ૨૦૨૪ ના ૨ દિવસ સુંધી કોઈ પણ પ્રકારના અકસ્માતે ઘાયલ થયેલ પક્ષીઓ ને બચાવવા ખાસ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું,
આ ઘાયલ પક્ષીઓ માટે ની ખાસ મેડિકલ સાધન સામગ્રી, અન્ય પક્ષીઓની રેસ્ક્યુ કરવા માટે ના સાધનો ની સગવડ સાથે સંસ્થા સાથે જોડાયેલ મણિનગર ના યુવકો અને યુવતીઓ વોલેન્ટેયર ( સેવા અર્થે ) ની એક ખાસ ટીમ જોડાઈ હતી, ઘાયલ પક્ષીઓની તમામ પ્રકાર ની પ્રાથમિક સારવાર અર્થે ની સગવડો સાથે સુંદર અને પ્રસંસનીય આયોજન કરવામાં આવ્યું હતું,
આ બે દિવસ ની પક્ષીઓ ની બચાવ સેવાકાર્ય માં લોક લાગણી ને માન આપી મણિનગર ના મા.ધારાસભ્ય અમુલભાઈ ભટ્ટ, યુવા કાઉન્સિલર કરણ ભટ્ટ, ચંદ્રકાંતભાઈ ચૌહાણ સહિત મણીનગર ટીમ BJP ના અગ્રણી હોદ્દેદારો એ આ કેમ્પ ની પ્રથમ દિવસે જ ખાસ મુલાકાત લીધી હતી,
૧૪ જાન્યુઆરી સવાર ના સમયે ધારાસભ્ય અમુલભાઈ ભટ્ટ, સહિત કાઉન્સિલર દ્વારા કેમ્પમાં કેમ્પ આયોજક અને કેમ્પમાં સેવા અર્થે જોડાયેલ યુવકો અને યુવતીઓ ની આ સેવા ની કામગીરી ને બિરદાવી હતી,
ગત વર્ષે આ સેવાકીય કામગીરી માં જોડાયેલા નવયુવાનો ને વનવિભાગ ના અધિકારી ના હસ્તે ગત ૨૦૨૩ વર્ષ ની કામગીરી માટે સમ્માન પત્ર આપી સમ્માનિત કરવામાં આવ્યા હતા અને આ ક્ષણો અને મુલાકાત ને એક ઉત્સાહી પત્રકાર દ્વારા કેમેરામાં કેદ કરી યાદગાર બનાવામાં આવી હતી,
આ ૨ દિવસ ના ઘાયલ પક્ષીઓ ના રેસ્ક્યુ કેમ્પ માં વન વિભાગ અધિકારી સહિત ની રેસ્ક્યુ ટીમ સાથે અનેક અગ્રણી મહાનુભાવો, સ્થાનિકો અને રાજનૈતિક મહાનુભાવો જોડાયા હતા અને ને દિવસ ના આ કેમ્પમાં સેવા અર્થે જોડાયેલ યુવકો અને યુવતીઓ ની ટીમ ને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું,
આ બે દિવસમાં ઘાયલ પક્ષીઓના કોલ પાછલા વર્ષો ની તુલના માં કોલ ખુબ ઓછા રહ્યા હતા, આ ૨ દિવસ ના ઘાયલ પક્ષીઓના રેસ્ક્યુ કેમ્પ માં માનવતા અને જીવદયા સાથે કોરોના અંગે જાહેર થયેલ સરકારી નિયમો નું પાલન કરવામાં આવ્યું હતું,
આ ૨૦૨૪ ના ઘાયલ પક્ષી બચાવ કેમ્પમાં અશોક સક્પાલ ની અથાગ મહેનત, સેવા અર્થે જોડાયેલ યુવકો, યુવતીઓ અને દાતાઓ ના સહીયોગ સાથે બે દિવસ નો કેમ્પ સફળ રહ્યો હતો.
Report by :- Keyur Thakkar
Ahmedabad
9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.