માળીયા હાટીના તાલુકાના નાનકડા એવા આંબેચા ગામે આઝાદી કા અમૃત મહોત્સવ અનોખી રીતે ઉજવાયો - At This Time

માળીયા હાટીના તાલુકાના નાનકડા એવા આંબેચા ગામે આઝાદી કા અમૃત મહોત્સવ અનોખી રીતે ઉજવાયો


આંબેચા ગામની ટેક્ટર રેલી માળીયા હાટીના મા આકર્ષણ કેન્દ્ર બન્યું હતું

માળીયા હાટીના માળીયા હાટીના તાલુકાના નાનકડા એવા આંબેચા ગામે 75 માં આઝાદી કા અમૃત મહોત્સવ લઈ આંબેચા થી માળીયા હાટીના રેલ્વે સ્ટેશન સુધી ટેક્ટર રેલી યોજી હતી જેમાં મોટી સંખ્યામાં આંબેચા ગામના ગ્રામજનો જોડાયા હતા, અને ભારત માતાકી જય , વંદે માતરમ, જય જવાન જય કિસાન અને ગૌ માતાકી જય ના નારા લગાવ્યા હતા, તેમજ દરેક ટેક્ટર માં દેશ ભક્તિના ગીતો વગાડવામાં આવ્યા હતા આ ટેક્ટર રેલીમાં આંબેચા ગામના સરપંચ, ગ્રામજનો અને નવયુવાનો માં દેશ ભક્તિ માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો

આ તકે ગૌ રક્ષકો એ ગાયો માં આવેલ લંપી વાયરસ વહેલી તકે નાબૂદ થાય તેવી ભગવાન પાસે પ્રાર્થના કરી અને સરકાર પાસે ગાયો ની રસી તાત્કાલિક આપે અને ડોકટરોની ટિમ ની વધુ નિમણુંક થાય તેવી પણ માંગ કરી છે

📷 કેમેરામેન ભાવિન ઠકરાર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.