જન્માષ્ટમી પર્વની ઉજવણીનો રંગેચંગે પ્રારંભ આજે શીતળા સાતમ, ભુજમાં મેળો ભરાશે - At This Time

જન્માષ્ટમી પર્વની ઉજવણીનો રંગેચંગે પ્રારંભ આજે શીતળા સાતમ, ભુજમાં મેળો ભરાશે


ભુજ,રવિવારજન્માષ્ટમી પર્વના દિવસોની ઉજવણીનો સોમવારાથી પ્રારંભ થઇ ચૂક્યો છે. સોમવારે બોળચોથ હતી. બોળચોથના ગાયમાતાનું પૂજન, પ્રદક્ષિણા તાથા આહાર આપવામાં આવે છે. બોળચોથની ઉજવણી આજે પણ ગામડાઓમાં થાય છે. મંગળવારે નાગપાંચમના વહેલી સવારે લોકોએ નાગપાંચમનું પૂજન કરેલ હતું.  નાગપાંચમના નવ નાગના નામ બોલવામાં આવે છે. કુલેર ધરવામાં આવે છે.  શીતળા સાતમને અનુલક્ષીને આજે રાંધણ છઠ્ઠની ઉજવણી કરવામાં આવી હતી.  આજે  રસોઇ-મીઠાઈ બનાવવામાં આવ્યા હતા.  આવતીકાલે શીતળા સાતમના દિવસે ટાઢુ ભોજન કરવાનું હોય છે. આાથી આગલા દિવસે તે ઉપરાંત છઠ્ઠ તિથનાં દેવતા સૂર્ય નારાયણ છે અને સૂર્યમાં અગ્નિતત્વ રહેલું છે. રાંધણ છઠ્ઠના દિવસે આખો દિવસ રસોઇ કરવી અને સાંજે આૃથવા રાત્રે ચુલો ઠારતી વખતે તેના ઉપર નાગલા, ચુંદડી પાધરાવવી સાથે આંબાની ડાળખી પાધરાવી આ વિિધ ગેસ ઉપર પણ કરી શકાય છે.આવતીકાલે તા. ૧૮મીના ગુરુવારે શીતળા સાતમ છે. આ દિવસે મહિલાઓ શીતળા માતાના મંદિરે જઇને નાળિયેર-કુલેર ધરે છે અને પરિવારનાં સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરે છે.તા. ૧૯મીના શુક્રવારે જન્માષ્ટમી પર્વ ઉજવાશે. ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ મંદિરોમાં રા ઉલ્લાસ સાથે ઉજવાશે તાથા ઠેર ઠેર કૃષ્ણ જન્માષ્ટમીની શોભાયાત્રા નીકળશે. કૃષ્ણ મંદિરોમાં લોકો લોકો પહોંચી જઇને કૃષ્ણ જન્મોત્સવના સાક્ષી બનશેકોરોનાના બે વર્ષ બાદ જન્માષ્ટમી પર્વની ઉજવણી અનેરા ઉત્સાહ અને ઉમંગ સાથે થઈ રહી છે. કચ્છમાં ભુજ ખાતે હમીરસર કાંઠે આવતીકાલાથી મેળાને ખુલ્લો મુકાશે. આ ઉપરાંત નાના મોટા ગામોમાં જન્માષ્ટમીના મેળાઓ યોજાશે. લોકો બે વર્ષ બાદ મેળાનો આનંદ લુંટશે. ભુજમાં વરસાદનું વિધ્ન નહિં આવે તો  આજુબાજુના ગામડાઓમાંથી લોકો મેળો માણવા આવશે. આવતીકાલાથી બે વર્ષ બાદકચ્છમાં લોકમેળાનો પ્રારંભ થશે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.