સ્ટેન્ડિંગમાં રેકોર્ડ 109 મુદ્દા હતા છતાં નવી 6 અર્જન્ટ દરખાસ્ત; 99 કરોડનાં કામો મંજૂર
રસ્તાઓ રિપેર અને ડામર કરાવવા અને સીસી કામ માટે અધધ 40.70 કરોડનો જંગી ખર્ચ કરાશે
રેલનગરના બાકી વિસ્તારોમાં રૂપિયા 6.74 કરોડના ખર્ચે પાણીની લાઈન નખાશે
રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકના એજન્ડામાં 109 મુદ્દા આવરી લેવાયા હતા આમ છતાં બેઠક મળી ત્યારે 6 અર્જન્ટ દરખાસ્ત કરી દેવાઈ હતી અને તેથી જ 115 મુદ્દાની અને 99 કરોડ કરતા વધુના કામોને એક જ ઝાટકે મંજૂરી આપી દેવાઈ છે. સ્ટેન્ડિંગમાં 35 લાખ રૂપિયા સીસી રોડ માટે જ્યારે 40.34 કરોડ રૂપિયા રિપેરિંગ, રિકાર્પેટ, એક્શન પ્લાન હેઠળ રસ્તાઓમાં ખર્ચ કરવામાં આવશે. ઝડપથી વિકસી રહેલા રેલનગર વિસ્તારમાં જ્યાં જ્યાં પાણીની લાઇન નથી ત્યાં પાણીની લાઈન નાખવા માટે 6.74 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.