સુદામડામાં ગામલોકો દ્વારા પ્રભાતફેરી કરીને ૩૦૦ મણ પક્ષી ની ચણ એકઠી કરી.
સાયલા ના સુદામડા માં બજરંગ મંડળ આયોજિત દર વર્ષ ની માફક આ ચાલુ વર્ષે પ્રવિત્ર શ્રાવણ માસ નિમિત્તે દરરોજ વહેલી સવાર થી પ્રભાત ફેરી કરવામાં આવેછે.આ પ્રભાત ફેરી આખા સુદામડા ગામ ફરી ને અબોલ જીવ માટે દાણા એકઠા કરે છે.સાથે પ્રભાત ફેરી ની પ્રસાદી રૂપે દરરોજ બાળકોને ચોકલેટ બિસ્કીટ વિગેરે દાતા ઓ તરફથી પ્રસાદ રૂપે આપવામાં આવે છે. આ પ્રવિત્ર શ્રાવણ માસમાં બજરંગ મંડળ ના મહંત કનુભાઈ અને નાના મોટા ગામના દરેક સભ્યો દ્વારા આ સુંદર આયોજન કરાયું હતું અને પ્રવિત્ર શ્રાવણ માસ માં આખો મહિનો જાપ પણ મંડળ દ્વારા કરાવેલ તેમાં મોટી સંખ્યા માં ભાઈ અને બહેનો પણ જાપ કરે છે. શ્રાવણ માસ દરમ્યાન કરવામાં આવેલી પ્રભાત ફેરી માં અબોલ જીવ માટે ૩૦૦ મણ પક્ષીચણ ગામલોકોના સાથ સહકાર થી ભેગી કરી હતી.
રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.