મેંદરડા ખાતે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ તેમના ધર્મ પત્ની અંજલીબેન સહ પરિવાર ડોક્ટર એચ વી અજમેરા સાહેબના નિધન બાદ પરિવારને સાંતત્વના આપવા પહોંચ્યા આ સાથે જુનાગઢ મેંદરડા ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને શુભેચ્છા મુલાકાત કરવામાં આવેલ હતી - At This Time

મેંદરડા ખાતે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ તેમના ધર્મ પત્ની અંજલીબેન સહ પરિવાર ડોક્ટર એચ વી અજમેરા સાહેબના નિધન બાદ પરિવારને સાંતત્વના આપવા પહોંચ્યા આ સાથે જુનાગઢ મેંદરડા ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને શુભેચ્છા મુલાકાત કરવામાં આવેલ હતી


મેંદરડા ખાતે ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પરિવાર સાથે ડો.એચ વી અજમેરા સાહેબ ના દેહવિલય બાદ પરિવારને સાતત્વના આપવા આવી પહોંચ્યા હતા ગુજરાત સરકારના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સી એમ વિજયભાઈ રૂપાણી તેમના ધર્મ પત્ની અંજલીબેન પરિવાર સહિત ડો.અજમેરા પરિવાર અને તાલુકા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સાથે મુલાકાત કરી પૂર્વ સી એમ રૂપાણી સાહેબ પરિવાર સાથે આજે જુનાગઢ આવી પહોંચ્યા હતા. બાદ જુનાગઢ થી બપોરે બે કલાકે ટેલીફોનિક ચર્ચા થયા બાદ આજે બપોરે 4:00 કલાકે જુનાગઢ જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ અને ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સિન્ડિકેટ મેમ્બર્સ ભાવનાબેન અજમેરા તેમના ભાઈ રવિભાઈ અજમેરા તેમજ પરિવાર ને મળવા ખાસ આવી પહોંચ્યા હતા. આ મુલાકાત ખાસ કરીને સ્વર્ગસ્થ ડો.એચ.વી.અજમેરા સાહેબના મૃત્યુ દરમિયાન આવી શક્યા ન હોવાથી આજે ડો.અજમેરા પરિવાર સાથે ખાસ મુલાકાત કરી પરિવારને સાંતત્વના આપવામાં આવેલ હતી. આ સાથે જુનાગઢ-મેંદરડાના ભાજપના કાર્યકરો સાથે મુલાકાત કરવામાં આવેલ જેમાં ધારાસભ્ય જવાહરભાઈ ચાવડા,જિલ્લા પંચાયત મહામંત્રી હિરેનભાઈ સોલંકી, સાંસદ શ્રીના પ્રતિનિધિ સંજયભાઈ છોડવડીયા વણિક સમાજ ના આગેવાન મનોજભાઈ હપાણી તેમજ જિલ્લા પંચાયતના સદસ્યો જોલીત બુસા,પત્રકાર કમલેશ મહેતા,પ્રમુખ વિજય પાનસુરીયા,રજનીશ સોલંકી,અશ્વિનભાઈ મહેતા સામાજિક આગેવાન મહેશભાઈ અપારનાથી, દિપક બલદાણીયા,કોષાધ્યક્ષ દિલીપભાઈ સોંદરવા, શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલ પ્રતાપભાઈ બોરીચા, કૃષ્ણકુમાર મકવાણા,ઉપ સરપંચ ચંદ્રેશ ખુંટ,તાલુકા ઉપ પ્રમુખ ભરતભાઇ ખુંમાણ,તાલુકાના આગેવાનો, મેંદરડા તાલુકા ભારતીય જનતા પાર્ટીના તમામ નાના-મોટા કાર્યકરો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે ખાસ મુલાકાત કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ હતું ત્યારબાદ રૂપાણી પરિવાર સોમનાથ દાદા ના દર્શનાર્થે રવાના થયેલ હતા
રીપોર્ટીંગ કમલેશ મહેતા મેંદરડા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.