વોર્ડ નં.1ના નવા વિસ્તારોમાં રૂ.17.70 કરોડના ખર્ચે ડ્રેનેજ નાખવા ટેન્ડર મંજૂર
રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બુધવારે મળી હતી જેમાં 154 કરોડનો ખર્ચ ધરાવતી 43 દરખાસ્તને મંજૂરી અપાઈ છે. જેમાં નવા વિસ્તારોમાં માત્ર ગટર માટે 17 કરોડ રૂપિયા ખર્ચાશે. શહેરના વોર્ડ નં.1માં વર્ધમાનનગર ડી.પી. રોડની ઉત્તર અને દક્ષિણ બંને દિશાઓમાં વિસ્તારને ફાયદો મળે તે રીતે ડ્રેનેજ નેટવર્ક બિછાવવા નક્કી કરાયું હતું જેના બે ટેન્ડર કરાયા હતા. એક ટેન્ડર 9.66 કરોડ અને બીજું ટેન્ડર 8.08 કરોડ રૂપિયામાં મંજૂર કરાયું છે. આ કામમાં ડ્રેનેજ લાઈન નેટવર્ક બિછાવવા ઉપરાંત રોડ રિપેરિંગનું કામ પણ સમાવી લેવાયું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.