ઝેડ.સી.એલ કંપની દ્વારા ભમાડીયા કન્યા છાત્રાલયને ૭૫ લાખના ખર્ચે છાત્રાનિવાસનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
ઝેડ.સી.એલ કંપની દ્વારા ભમાડીયા કન્યા છાત્રાલયને ૭૫ લાખના ખર્ચે છાત્રાનિવાસનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
વાલીયા તાલુકાનાં ભમાડીયા ગામે આવેલી અને ભરુચ જીલ્લા રચનાત્મક ટ્રસ્ટ સામરપાડા સંચાલિત આદિવાસી કન્યા છાત્રાલયને ઝેડ.સી.એલ કંપની અંકલેશ્વર દ્વારા સી.એસ.આર ગ્રાન્ટમાથી છાત્રાલય માટે નવા 3 (ત્રણ) તથા ૩ (ત્રણ) રૂમોનું રીનોવેશન, કિચન, બાથરૂમ તથા સાર્વજનિક માધ્યમિક શાળા ભમાડીયા માટે લાઈબ્રેરી રૂમ રીનોવેશન અને મેઇન ગેટ બનાવવા માટે કંપની હેડ સુબ્રત સથપતિ દ્રારા ભુમી પૂજન કરવામાં આવ્યું હતું આ તબક્કે કંપનીના જનરલ મેનેજર કે.ડી રોહિત (HR), જગદીશભાઇ ચોહાણ, મેનેજર (HR), હીનલ પટેલ (I.T) ઉપસ્થિત રહ્યા હતા, સંસ્થા તરફથી પ્રમુખ ઉષાબેન ઝેડ ગામિત, ઉપ પ્રમુખ ચંદુભાઈ વસાવા, આચાર્ય જે.પી.બામણીયા, સરપંચ ભરતભાઇ વસાવા, રમણભાઈ પરમાર, તરફથી ઝેડ.સી.એલ કંપનીનો આભાર વ્યકત કરીયો હતો.
ભરૂચ જિલ્લા બ્યુરો ચીફ
બ્રિજેશકુમાર પટેલ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.