ઇંડિયન સોસાયટી ઓફ વેટરનરી સર્જરીની 45 મી વાર્ષિક કોનફેરેન્સ નાગપુર ખાતે યોજાઇ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/i5i5dawu6eg6ucog/" left="-10"]

ઇંડિયન સોસાયટી ઓફ વેટરનરી સર્જરીની 45 મી વાર્ષિક કોનફેરેન્સ નાગપુર ખાતે યોજાઇ


ઇંડિયન સોસાયટી ઓફ વેટરનરી સર્જરીની 45 મી વાર્ષિક કોનફેરેન્સ નાગપુર ખાતે યોજાઇ

સમગ્ર ભારતમાંથી 450 થી વધુ પશુચિકિત્સકોએ ભાગ લીધો. સમસ્ત મહાજનનો સહયોગ.
ગિરીશભાઈ શાહની વિશેષ ઉપસ્થિતિ ઈન્ડિયન સોસાઇટી ઓફ વેટરનરી સર્જરીની 45મી વાર્ષિક કોન્ફરન્સ, નાગપુર વેટરનરી કોલેજ ખાતે 11 થી 13 જાન્યુઆરીના રોજ યોજાઇ હતી. આ કોન્ફરન્સમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સર સંઘ ચાલક મોહન ભાગવતીજીએ વિષેશ ઉપસ્થિત રહી પોતાના આશીર્વાદ આપ્યા હતા. આ કાર્યક્રમમાં ગિરીશભાઈ શાહ – મેનેજિંગ ટ્રસ્ટી , સમસ્ત મહાજન , સભ્ય –એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઈન્ડિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કોન્ફરન્સને સંબોધતા ગિરીશભાઈ શાહે જણાવ્યું હતું કે , ભારતમાં પ્રાણીઓની સંખ્યા ખૂબ જ વધુ છે જેની સામે પશુચિકિત્સકોની સંખ્યા ઘણી ઓછી છે. પ્રાણીઓ અને પક્ષીઓની કાળજી લેવા માટે વધુ ઉપચાર કરવા માટે વધારે પશુ ચિકિત્સકની જરૂર છે. પશુચિકિત્સકો જે અબોલ પશુ પક્ષીઓની સારવાર કરે છે તેમને આપણે માન. આપવું જોઈએ તેઓ લાચાર પ્રાણી મિત્રોની સંભાળ રાખવાનું મુશ્કેલ કામ કરે છે. ઈન્ડિયન સોસાઇટી ઓફ વેટરનરી સર્જરીની 45મી વાર્ષિક કોન્ફરન્સમાં સમગ્ર ભારતમાંથી 450 થી વધુ પશુચિકિત્સકોએ ભાગ લીધો હતો.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]