રાજકોટ એરપોર્ટ પર 1થી 8 જુલાઈ વચ્ચે માત્ર બે દિવસ જ ફ્લાઈટ આવી, મુસાફરોમાં રઝળપાટ
રાજકોટ નજીક હીરાસર ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાનું એરપોર્ટ તૈયાર થઈ રહ્યું છે. તે પહેલાં તાજેતરમાં જ જૂના એરપોર્ટ ઉપર વધુ ફ્લાઈટ ઉતરાણ કરી શકે તે માટે ચાર એપ્રન (પાર્કિંગ)ની વ્યવસ્થા પણ શરૂ કરી દેવામાં આવી છે. જોકે હજુ સુધી તેનો વ્યવસ્થિત ઉપયોગ થઈ શક્યો નથી. રાજકોટમાં છેલ્લા એક અઠવાડિયા દરમિયાન ગોવાની ફ્લાઈટના આવતા કરતા કેન્સલ વધુ વખત થઈ છે. પાછલા સપ્તાહ દરમિયાન માત્ર 2 દિવસ જ ગોવાની ફ્લાઇટ રાજકોટમાં આવી હતી અને 6 વખત કેન્સલ થઈ જતાં મુસાફરોને રઝળપાટ કરવી પડી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.