હિંમતનગર તાલુકાની શ્રી રિધ્ધી એજ્યુકેશન ઓફ નર્સિંગ કૉલેજ હિંમતનગર માં ગુજરાત હાઇકોર્ટે ની ગાઈડ લાઈન મુજબ બાળકો ને પોક્સો એક્ટ ની માહિતી - At This Time

હિંમતનગર તાલુકાની શ્રી રિધ્ધી એજ્યુકેશન ઓફ નર્સિંગ કૉલેજ હિંમતનગર માં ગુજરાત હાઇકોર્ટે ની ગાઈડ લાઈન મુજબ બાળકો ને પોક્સો એક્ટ ની માહિતી


સર્વને સમાન ન્યાય
રાષ્ટ્રિય કાનૂની સાક્ષરતા અભિયાન
તાલુકા કાનૂની સેવા સમિતિ હિંમતનગર દ્વારા આયોજિત પોક્સો શિબિર
અંતર્ગત હિંમતનગર તાલુકાની શ્રી રિધ્ધી એજ્યુકેશન ઓફ નર્સિંગ કૉલેજ હિંમતનગર માં ગુજરાત હાઇકોર્ટે ની ગાઈડ લાઈન મુજબ બાળકો ને પોક્સો એક્ટ ની માહિતી આપવા માટે રિટેનર એડવોકેટ શ્રી હરેશકુમાર એમ. પટેલ દ્વારા આયોજન કરાયેલું. જેમાં ઇન્ચાર્જ પ્રિન્સિપાલ શેજલ બારોટ દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું એડવોકેટ દ્વારા માહિતી આપતા જણાવ્યું હતું કે જાતીય ગુનાઓ સામે બાળકોને રક્ષણ નો કાયદો પોક્સો નો કાયદો શા માટે ? તે અંગે માહિતી આપી હતી.
ત્યારબાદ બાળકો સામે બનતા જાતીય બનાવો માટે આ પ્રમાણે જણાવ્યું હતું. કે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના સર્વેક્ષણમાં બાળકોનું યોન શોષણ વધતા જતા કિસ્સાઓ સંદર્ભે સુરક્ષિત બાળપણ સુનિશ્ચિત કરવા માટે આ કાયદા હેઠળ કોઇપણ બાળક એ છોકરો હોય કે છોકરી તેની સમાન સુરક્ષા મળે છે આ કાયદા મુજબ કોઈપણ વ્યક્તિ જેની ઉંમર 18 વર્ષ કરતા ઓછી હોય તે બાળક ગણાય, બાળક પર કોઈ જાતિ હુમલો થાય તો તેમને મમ્મી પપ્પા ભાઈ બહેન કે મિત્ર ને તરત જ જાણ કરવી જોઈએ તેમજ કૉલેજ ના પ્રિન્સિપાલ અને શિક્ષકોને જણાવવું જોઈએ જેથી આરોપીને તાત્કાલિક ધરપકડ કરી શકાય તેમજ ગુના બનતા અટકી જાય તે અંગે બાળકોને સમજ આપી હતી.

આબિદઅલી ભુરા સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.