દહેગામની આંગણવાડી કાર્યકર બહેનોએ પડતર પ્રશ્નોને લઈ આવેદનપત્ર આપ્યું
દહેગામ શહેર અને તાલુકાની સવા બસો જેટલી આંગણવાડીમાં ફરજ બજાવતી 460 આંગણવાડી કાર્યકર તથા તેડાગર બહેનોએ તેમની વિવિધ માંગણીઓને લઈને દહેગામ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી જ્યાં સુધી પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવે ત્યાં સુધી આંગણવાડીઓ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે આંગણવાડીની બહેનો દ્વારા અપાયેલા આવેદનપત્રમાં આંગણવાડી કર્મચારી મહિલા ને સરકારી કર્મચારી ગણવા તેમજ આંગણવાડી નો સમય સવારે દસ થી ત્રણ વાગ્યા સુધીનો કરવાની માગણી કરવામાં આવી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.