રીક્ષા આડે બાઈક રાખી માતા-પુત્રીને માર માર્યો, જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી ધમકી આપી - At This Time

રીક્ષા આડે બાઈક રાખી માતા-પુત્રીને માર માર્યો, જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી ધમકી આપી


આજીડેમ પાસે આવેલા અજય-વે બ્રિજ પાસે રિક્ષામાં જઈ રહેલા ગંજીવાડાના પરિવારને ત્રણ શખ્સોએ આંતરી અને ધોકા પાઇપ વડે માર મારી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યાની આજીડેમ પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
બનાવ અંગે ગંજીવાડા શેરી નં.23 માં રહેતા રીટાબેન બાબુભાઈ મકવાણા (ઉ.વ.30) એ પોતાની ફરિયાદમાં આરોપી તરીકે સંજય ધનજી જોગરાજીયા, હેમંત ચાવડા અને સુનિલનું નામ આપતા આજીડેમ પોલીસે મારામારી, એટ્રોસિટી અને ધમકીની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
વધુમાં ફરિયાદી રીટાબેને જણાવ્યું હતું કે, તેઓ સિલાઈ કામ કરે છે અને ગઈ તા.1 ના તેઓ તેમના પરિવાર સાથે રિક્ષામાં બેસી જતા હતા ત્યારે આજીડેમ ચોકડી નજીક અજય-વે બ્રિજ પાસે રીક્ષાની આગળ સંજય જોગરાજીયાએ પોતાનું બાઈક ઉભું રાખી ગાળો બોલવા લાગ્યો હતો.
બાદમાં તેમણે બીજા બે માણસોને ફોન કરી બોલાવતા તે ધોકા અને પાઇપ લઇને ઘસી આવી ફરિયાદી રીટાબેન અને તેમની માતાને ઢોર મારમાર્યો હતો. તેમજ જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યા હતા. જે મામલે આજીડેમ પોલીસના સ્ટાફે ફરિયાદ નોંધી હતી વધું તપાસ એસીપી બી.વી.જાદવ ચલાવી રહ્યા છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.