સુરેન્દ્રનગર વઢવાણ રોડ પર એસટી અને બાઇક ચાલક વચ્ચે અકસ્માત થતાં બાઈક ચાલકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું.
સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ પાસે એસ.ટી.બસની અડફેટે બાઈક ચાલકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું સુરેન્દ્રનગર-કારેલા રૂટની એસ.ટી.બસની અડફેટે બાઈક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું આ ઘટનાના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે દોડી ગયા હતા આ અકસ્માતની ઘટનાના પગલે બાઈક પર સવાર પત્નીને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યારે આ અકસ્માતને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા વાહનોની લાંબી કતારો લાગી હતી આ અકસ્માતની ઘટનાના પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિકને હળવો કરવાના પ્રયાસો હાથ ધર્યા છે જ્યારે મૃતક બાઈક ચાલક પાસેથી ઓળખના કોઈપણ પૂરાવા મળી નહી આવતા પોલીસે ઓળખ મેળવવા તપાસ શરૂ કરી છે સુરેન્દ્રનગર વઢવાણ રોડ પર બાઇક ચાલક એસટી વચ્ચે અકસ્માત થયો હતો આ બનાવમાં બાઇક ચાલક ગંભીર રીતે ઘવાતા સારવાર માટે લઇ જવાયા હતા પરંતુ મૃત્યુ થતા પોલીસે તપાસ હાથ ધરી હતી સુરેન્દ્રનગર ખાતે ચોટીલા તાલુકાના બાવળી ગામના નવઘણભાઇ ગોરધનભાઇ બાહુકીયા ખાનગી દવાખાને દાખલ કરેલા સબંધીની ખબર અંતર પૂછવા માટે સુરેન્દ્રનગર આવ્યા હતા ખબર અંતર પૂછ્યા બાદ તેઓ પરત ફરી રહ્યા હતા દરમિયાન સુરેન્દ્રનગર વઢવાણ રોડ પર આર્ટસ કોલેજ પાસે પસાર થતી એસટી સાથે તેમના બાઇકનો અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં એસટીના આગળના વ્હિલમાં આવી જતા ગંભીર રીતે ઘવાયા હતા આ બનાવ અંગે 108ને જાણ કરવામાં આવતા પાઇલોટ મેહુલભાઇ રાઠોડ અને ઇએમટી સૌરવભાઇ જોશી તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઇ ઇજા ગ્રસ્તને સારવાર માટે ગાંધી હોસ્પિટલ લઇ જવાયા હતા પરંતુ ગંભીર ઇજાગ્રસ્ત થયા હોવાથી 40 વર્ષીય નવઘણભાઇનું અવસાન થયું હતું આ બનાવ અંગે જાણ કરાતા પોલીસે ફરિયાદ નોંધવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.