મેંદરડા સામાકાંઠે આવેલ પી.એમ.શ્રી.સીમ પ્રાથમિક શાળા કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત શાળા પ્રવેશોત્સવ ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવેલ - At This Time

મેંદરડા સામાકાંઠે આવેલ પી.એમ.શ્રી.સીમ પ્રાથમિક શાળા કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત શાળા પ્રવેશોત્સવ ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવેલ


મેંદરડા સામાકાંઠે આવેલ પી.એમ.શ્રી સીમ પ્રાથમિક શાળા કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત શાળા પ્રવેશોત્સવ ભવ્ય ઊજવણી કરવામા આવેધ
આ કાર્યક્રમમાં PGVCL કચેરી મેંદરડાના અધિકારી જે.જે.હીંગોરા,CRC કૉ ઑર્ડિનેટર બહાદુરસિંહ વાળા , સરપંચ જે.ડી.ખાવડુ , ઉપસરપંચ કમલેશભાઈ સોલંકી, ગ્રા.પં.સભ્ય ઈદ્રીશભાઈ વડગામા, તાલુકાના વિવિધ પાર્ટી-મોરચાના હોદ્દેદાર શ્રીઓ તાલુકા ભાજપ પ્રમુખ વિજયભાઈ પાનસુરિયા, ભુરાભાઈ મકવાણા, હેમાંગભાઈ ધ્રાંગડ, રાજભાઈ બગડા, ખાખીમઢી મહંત સુખરામ દાસ બાપુ ,SMC અધ્યક્ષ પરેશભાઈ રાઠોડ,કમિટિ સભ્યશ્રીઓ, વાલીશ્રીઓ તથા નામી અનામી તમામ મહેમાનશ્રીઓ ની પ્રેરક ઉપસ્થિતિમા આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ-૧ ના બાલદેવોને શૈક્ષણિક કિટથી સન્માનિત કરી સ્વાગત સાથે પ્રવેશ આપવામાં આવ્યો. તેમજ વિવિધ શૈક્ષણિક સિધ્ધિઓ મેળવનાર વિદ્યાર્થીઓ તથા દાતાશ્રીઓને સન્માનિત કરવામા આવ્યા.ત્યારબાદ મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ , શાળા કેમ્પસ અને SMCની મુલાકાત કરવામા આવેલ
અંતમા શાળાના આચાર્ય નિલેશભાઈ ભરડવા દ્વારા કાર્યક્રમ સફળતાનો શ્રેય શાળા પરિવાર ના સર્વ સભ્યોને આપી પધારેલ તમામ મહેમાનશ્રીઓનો આભાર વ્યક્ત કરેલ
રીપોર્ટીંગ કમલેશ મહેતા મેંદરડા


9924390305
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.