વિસાવદર સામૂહિક આરોગ્ય કેન્દ્રના કરાર આધારિત વર્ગ-૩ તથા ૪ નાકર્મચારીઓ ૪માસ થી પગાર વિહોણા નિયમિત પગાર ચૂકવવા ટિમ ગબ્બરની માંગ - At This Time

વિસાવદર સામૂહિક આરોગ્ય કેન્દ્રના કરાર આધારિત વર્ગ-૩ તથા ૪ નાકર્મચારીઓ ૪માસ થી પગાર વિહોણા નિયમિત પગાર ચૂકવવા ટિમ ગબ્બરની માંગ


વિસાવદર સામૂહિક આરોગ્ય કેન્દ્રના કરાર આધારિત વર્ગ-૩ તથા ૪ નાકર્મચારીઓ ૪માસ થી પગાર વિહોણા
નિયમિત પગાર ચૂકવવા ટિમ ગબ્બરની માંગ
ટિમ ગબ્બર ગુજરાતના કે.એચ. ગજેરા એડવોકેટ સુરત તથા વિસાવદરના એડવોકેટ નયનભાઈ જોશી દ્વારામુખ્યમંત્રીશ્રી,
કમિશનરશ્રી,આરોગ્ય વિભાગ,આરોગ્યમંત્રીશ્રી
ગાંધીનગર વિગેરેને લેખિત રજુઆત કરી જણાવેલ છે કે, વિસાવદર તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આરોગ્ય વિભાગના જુદા જુદા કરાર આધારિત કર્મચારીઓની નિમણૂક એમ.જે.સોલંકી અને ડી.જે.નાકરાણીની એજન્સી દ્વારા કરાર આધારિત કર્મચારીઓ તરીકે નિમણૂક આપવામાં આવેલ છે જેમાં પાર્ટ ટાઈમ ચોકીદાર, વોર્ડ બોય,ડ્રેસર,લેબ.ટેકનીશિયન,ડ્રાયવર વિગેરે હોદા ઉપર નિમણૂક આપવામાં આવેલ છે આ કર્મચારીઓ ખુબજ ઓછા પગારથી નોકરી કરતા હોય તેઓ ઘરની કુટુંબની જવાબદારી ધરાવતા હોય અવાર નવાર રજુઆત કરવા છતાં આવા કર્મચારીઓના ચાર માસ ઉપરાંતના પગાર ચડત થયેલ હોય અને તેઓના કુટુંબની આજીવિકાનો પ્રશ્ન ઉભો થયેલ હોય આ બાબતે તાત્કાલિક પગલાં લઈ આવા કર્મચારીઓને તાત્કાલિક પગાર ચુકવવામાં આવે તથા નિયમિત પગાર ચૂકવવવામાં આવે તેમજ આ અંગેની ગ્રાન્ટ ન હોય તો તાત્કાલિક ફાળવવામાં આવે તેવી પણ અમારી ટિમ ગબ્બર સમક્ષ રજૂઆત કરવામાં આવેલ હોય તેથી ઉપરોકત બાબતે ટીમ ગબ્બર ગુજરાતની આ રજુઆત લાગુ પડતા વિભાગો કરી/કરાવી કરેલ કાર્યવાહીનો લેખીત જવાબ નાગરિક અધિકાર પત્ર અન્વયે અમારા ટિમ ગબ્બરના સરનામે મોકલી આપવા અરજ કરેલ હોવાનુ ટિમ ગબ્બર ગુજરાતના વિસાવદર ના એડવોકેટ નયનભાઈ જોશીની એક અખબારી યાદીમા જણાવાયું છે

રિપોર્ટ હરેશમહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.