ભગવાન શ્રી કૃષ્ણ નું નિર્મળ જળ સ્નાન કરાવતા ભાવિકો ગમાપીપળીયા માં જલજીલણી એકાદશી ની ઉજવણી
ભગવાન શ્રી કૃષ્ણ નું નિર્મળ જળ સ્નાન કરાવતા ભાવિકો
ગમાપીપળીયા માં જલજીલણી એકાદશી ની ઉજવણી
બાબરા ગમાપીપળીયામાં દર વર્ષે જલજીલણી એકાદશીના દિવસે સવારે શ્રી રામજી મંદિર એટલે કે ગામના ચોરેથી બાળકૃષ્ણને પાલખીમાં લઈ મંદિરના પૂંજારી તેમજ ગ્રામજનો, ભાવિક ભક્તો તબલાને તાલે, મંજીરાના નાદે વાંજતે-ગાજતે ઝુલણીયા બોલતા-બોલતા નદીએ લઈ જાય છે.અને નદીના નિર્મળ નીરમાં બાળ કાનુડાને સ્નાન કરાવીને પાલખીમાં પધરાવીને નદી કિનારે સમૂહમાં આરતી ઉતારીને વાજતે ગાજતે ગમાપીપળીયામાં શેરીએ શેરીએ -શેરી વળાવી સજજ કરૂ હરી આવો ને ગાતા ગાતા તેમજ ધુન, કીર્તન બોલતા બોલતા કાનુડાની સાથે પુજારી તેમજ ભક્તજનો શેરીઓમાં અને ઘેર ઘેર આગળ આરતી ઉતારી ગ્રામજનો દર્શનનો લાભ લે છે. સાંજે તેમના નિજ મંદિરમાં ભગવાનને ભાવથી બીરાજમાન કરે છે.અને ગામ ગોકળ્યું બની જાય છે
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.