ધંધુકા પોલીસ દ્વારા ટ્રાફિક સમસ્યાનો હલ કરવા ટ્રાફિક ડ્રાઈવ યોજાઈ.
ધંધુકા પોલીસ દ્વારા ટ્રાફિક સમસ્યાનો હલ કરવા ટ્રાફિક ડ્રાઈવ યોજાઈ.
ધંધુકા પોલીસ સ્ટેશન દ્વવારા ધંધુકામા લોકોમાં ટ્રાફિક અંગે જાગૃતિનો અભાવ હોય શહેરની મુખ્ય બજારોમા આડેધડ વાહનો પાર્ક કરી ટ્રાફિક કરવામાં આવતો હોય છે તેમજ બ્લેક ફિલ્મ લગાવેલ અને નંબર પ્લેટ વગરના વાહનોની સંખ્યાનું પ્રમાણ વધતા હોય તાજેતરના નવનિમણુંક પામેલ ધંધુકા પોલીસ સ્ટેશનના પીઆઇ શ્રી આર. ડી. ગોજીયા ના અધ્યક્ષસ્થાને ટ્રાફિક સમસ્યા નો હલ કરવા માટે ચાર દિવસની ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી હતી. છેલ્લા ચાર દિવસમા બ્લેક ફિલ્મ અંગે કુલ કેસ 13, નંબર પ્લેટ વગરના વાહન કેસ 62, ફેન્સી નંબર પ્લેટ વાળા વાહન કેસ 24, M V ACT કલમ 207 કેસ 30, MV Act કલમ 185 કેસ 01, GP ACT કલમ 135 કેસ 01, કુલ મેમાંની સંખ્યા 96 અને કુલ દંડની રકમ રૂપિયા 40,300 વસુલ કરવામાં આવી હતી.
અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતે આઈ. જી. પી શ્રી જે પી મોથલિયા અમદાવાદ વિભાગ અમદાવાદ , પોલીસ અધિક્ષક શ્રી ઓમ પ્રકાશ જાટ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી પ્રકાશ પ્રજાપતિ અમદાવાદ વિભાગ અમદાવાદ દ્વારા જિલ્લામાં રોડ અકસ્માત સંદર્ભે તથા ટ્રાફિક અંડોર્સમેન્ટ અંતર્ગત ખાસ ટ્રાફિક ડ્રાઇવ યોજાઈ હતી. જેમાં ધંધુકામા તાજેતરમા નવનિમણુંક થયેલા પીઆઈ શ્રી આર ડી ગોજીયાના માર્ગદર્શન અને અઘ્યક્ષ સ્થાને ધંધુકામા છેલ્લા ચાર દિવસથી ટ્રાફિક ડ્રાઈવ અલગ અલગ ટીમ બનાવીને કરવામાં આવી હતી.આ ડ્રાઈવ માટે ધંધુકા પોલીસ ખાતે સમાજના આગેવાનો , વેપારી મંડળ, ધંધુકા વિધાનસભાના ધારાસભ્ય શ્રી કાળુભાઇ ડાભી સહિતના હોદેદારો મિટિંગ યોજી ચર્ચા વિચારણા કરી આ ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમા છેલ્લા ચાર દિવસમા બ્લેક ફિલ્મ અંગે કુલ કેસ 13, નંબર પ્લેટ વગરના વાહનો કેસ 62, ફેન્સી નંબર વાળા વાહનો કેસ 24, MV ACT 207 કલમ કેસ 30, MV ACT 185 કલમ કેસ 01, GP Act કલમ 135 કેસ 01, કુલ મેમાં સંખ્યા 46, કુલ દંડની રકમ 40,300 મુજબની કાર્યવાહી કરવામાં આવેલ હતી.આગામી દિવસોમાં પણ આ ડ્રાઈવ ચાલુ રાખવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું.
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.