લાઠી સંતોકબા મેડિકલ સેન્ટર લાલજીદાદા ના વડલે “ગૌવેદ” ના રચિયતા જળકાંતિ ના પ્રણેતા મનસુખભાઈ સુવાગિયા નો સેમિનાર યોજાશે
લાઠી સંતોકબા મેડિકલ સેન્ટર લાલજીદાદા ના વડલે "ગૌવેદ" ના રચિયતા જળકાંતિ ના પ્રણેતા મનસુખભાઈ સુવાગિયા નો સેમિનાર યોજાશે
લાઠી સંતોકબા મેડિકલ સેન્ટર લાલજીદાદા ના વડલા ખાતે પ્રેરક સેમિનાર યોજાશે હિન્દૂ ધર્મ ના પાંચમાં વૈદ "ગૌવેદ" ના રચિયતા જળક્રાંતિ ના પ્રણેતા ગીરગાય ઞંથ ના લેખક વિદ્વાન વક્તા મનસુખભાઈ સુવાગિયા નો પ્રેરક સેમિનાર યોજાશે લાઠી આરોગ્ય ધામ લાલજીદાદા ના વડલા ના રામકૃષ્ણ ઓડિટોરિયમ ખાતે ગુરુવાર ના રોજ તા ૧૯/૧/૨૩ ના બપોર ના ૨-૦૦ કલાકે યોજાનાર છે દેશમાં સૌ પ્રથમ ગૌ ક્રાંતિ, જળક્રાંતિ ,ગાય આધારિત કૃષિક્રાંતી તેમજ નિસ્વાર્થ સમાજ ઉત્થાન નાં પોતાના વિચારો ને જાતે અમલમાં મૂકી સફળ બનાવી દેશ ને રાહ બતાવનારા આદરણીય શ્રી મનસુખભાઈ સૂવાગિયા નો દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અને તેના વડે આદર્શ તંદુરસ્ત જીવન બાબતે તેમના પોતાના અનુભવો વિશેનો એક સેમિનાર આગામી તા.19/1/23 નાં રોજ લાઠી મુકામે રાખેલ છે આ કાર્યક્રમ માં તેમના દ્વારા ઉપરોક્ત વિષય ઉપરાંત રાષ્ટ્ર ધર્મ,વ્યસનમુક્તિ, વૈદિક જીવનશૈલી, આયુર્વેદિક ચિકિત્સા પધ્ધતિ, સમાજના કુરિવાજો વિષયે ખૂબ જ ગહન ચિંતન સભર માર્ગદર્શન આપવામાં આવશે તો આ સેમિનાર નો લાભ લેવા બહોળા પ્રમાણ માં ઉપસ્થિત રહેવા જાહેર અનુરોધ કરાયો છે
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.