અટલ સરોવર નજીક આઇસરની ઠોકરે ચડી જતાં છકડો ચાલકનું મોત રિક્ષામાં ભંગાર બાંધતી વેળાએ દોરડું તૂટતાં આધેડ ઠોકરે ચડી ગયા હતા - At This Time

અટલ સરોવર નજીક આઇસરની ઠોકરે ચડી જતાં છકડો ચાલકનું મોત રિક્ષામાં ભંગાર બાંધતી વેળાએ દોરડું તૂટતાં આધેડ ઠોકરે ચડી ગયા હતા


શહેરમાં કાલાવડ રોડ પર કટારિયા ચોકડી પાસે લક્ષ્મીના ઢોરા નજીક રહેતા અને ભંગારના ધંધાર્થી છકડો રિક્ષા લઇને જતા હતા ત્યારે નવા 150 ફૂટ રિંગ રોડ ૫૨ કટારિયા ચોકડી પાસે મુંજકા-ઘંટેશ્વર વચ્ચે રોડ પર રિક્ષામાં દોરડું બાંધતી વેળાએ આઇસરે ઠોકરે લેતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવને પગલે યુનિવર્સિટી પોલીસે તપાસ કરતા આધેડ જતા હતા તે દરમિયાન ભંગાર નમી ગયો હોય તેને રોડ ૫૨ સાઇડમાં રિક્ષા રાખી ભંગારમાં દોરડું બાંધતા હોય ત્યારે દોરડું તૂટી જતા રોડ પર
ફંગોળાતા આઇસરની ઠોકરે ચડી ગયો હતો. પોલીસે આઇસરચાલક સામે ગુનો નોંધી તેની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ લક્ષ્મીના ઢોરા પાસે મફતિયાપરામાં રહેતા અને છૂટક ભંગારનો ધંધો કરતા રઘુભાઇ દુદાભાઇ બારૈયા (ઉ.52) તેની રિક્ષામાં ભંગાર ભરી માધાપર ચોકડી પાસે વેચવા જતા હતા ત્યારે ભંગાર નમી જતા રિક્ષા સાઇડમાં રાખી દોરડા વડે બાંધવા જતા દોરડું તૂટી જતા રોડ પર ફંગોળાઇ જતા આ બનાવ બન્યો હોવાનું બહાર આવતા પોલીસે મૃતક રઘુભાઇના પુત્ર હર્ષદભાઇની ફરિયાદ પરથી આઇસરના ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે


9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.